News Portal...

Breaking News :

વડોદરાની જનતા ડો.શીતલ મિસ્ત્રીના રિપોર્ટ ઉપર ભરોસો રાખશે કે ત્રણ દિવસ પછી જાહેર થનારા કમિશનરનાં રિપોર્ટ ઉપર

2025-07-12 11:20:00
વડોદરાની જનતા ડો.શીતલ મિસ્ત્રીના રિપોર્ટ ઉપર ભરોસો રાખશે કે ત્રણ દિવસ પછી જાહેર થનારા કમિશનરનાં રિપોર્ટ ઉપર


ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ સબ સલામતીના મીડિયા સમક્ષ બણગાં ફુક્યા. 43 બ્રિજમાંથી 41 બ્રિજ સલામત છે તેવી જાહેરાત કરવામાં અગમ્ય કારણોસર ઉતાવળ કરી.જશ ખાટવા. બાકીના બે બ્રિજ સમારકામ માંગે છે જેથી ઉપયોગ બંધ કરવામાં આવશે,તેવી પણ જાહેરાત કરાઈ.પોતે કબૂલે છે કે પ્રી-મોનસુન કામગીરીના ભાગરૂપે કન્સલ્ટન્ટ દ્વારા આ ઓડિટ રિપોર્ટ અપાયો છે.

 


બીજી બાજુ આજે મ્યુનિસિપલ કમિશનર બાબુજી તેમની ટેકનીકલ ટીમને લઈને ફતેગંજ બ્રિજની મુલાકાતે નીકળ્યા હતા. એમણે એવી જાહેરાત કરે છે કે અલગ અલગ ટીમ બનાવીને ડેપ્યુટી કમિશનરના સુપરવિઝન હેઠળ તમમામ ઝોનમાં બ્રિજ સ્ટ્રકચરલ સ્ટેબિલિટી ચેક કરવામાં આવશે. ત્યારબાદ રિપોર્ટના આધારે જરૂરી કામગીરી કરાવીશું. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ગુજરાતના તમામ શહેર જિલ્લાની અંદર બ્રિજ ચેક કરવાના આદેશ અપાયા છે. જેના ભાગરૂપે પાલિકા પણ સફાળું જાગ્યું છે. અત્યાર સુધી આ બધા બ્રિજની જવાબદારી કાર્યપાલક ઇજનેર બ્રિજ રવિ પંડ્યાની રહેતી હતી.પોતાના ઉપર કોઈ એક્શન લેવાઈ શકે છે, તે ડરથી સમયસર પાલિકામાંથી VRS લઈ નીકળી જવાનું પસંદ કર્યું. હવે વડોદરાની જનતા ડોક્ટર શીતલ મિસ્ત્રીના રિપોર્ટ ઉપર ભરોસો રાખશે કે ત્રણ દિવસ પછી જાહેર થનારા કમિશનરનાં રિપોર્ટ ઉપર ભરોસો રાખે? ચેરમેન અને કમિશનરની વચ્ચે સંકલન નથી, એ વાત ચોક્કસ છે. ચેરમેને ઉપરવટ જઈને જાણે કે પોતે ટેકનીકલ માણસ હોય પોતે જ સ્ટ્રકચરલ એન્જિનિયર હોય તે રીતે જાહેરાત કરી નાખી. કમિશનરને પાલિકાના જ કન્સલ્ટન્ટ ઉપર કે ચેરમેનના નિવેદન ઉપર ભરોસો નથી એ વાત નક્કી છે. જેથી કોઈ ચાન્સ લીધા વગર પોતાની રીતે પોતાની ટેકનીકલ ટીમ પાસે નવો સર્વે કરાવી રહ્યા છે. જેથી રાજ્ય સરકારમાં કોઈ નીચું જોણું થાય નહીં.

મંત્રી, મહેરબાની કરીને લોકોને મૂર્ખ નહી સમજો. સ્લાઇડ શબ્દ બોલીને તમારી માનસિકતા જાહેર થાય છે.
બ્રિજ પડી ગયો, તૂટી ગયો, કટકા થઈ ગયા, બ્રિજ કકડભૂસ થઈ ગયો કહેવાને બદલે "સ્લાઇડ" થઈ ગયો, કહેવાથી દુર્ઘટના નાની નથી થઈ જવાની. 20 મોત માટે જવાબદાર કોણ છે? એમની સામે હજી પોલીસ ફરિયાદ કેમ નથી થઈ? ધરપકડ કેમ નથી થઈ ? પ્રાથમિક તપાસના આધારે ગુણો દાખલ થઈ શકે ભોગ બનેલાએ અરજી પણ આપી દીધી છે સામાન્ય અકસ્માત મોતમાં ખપાવવાનો પ્રયત્ન કરશો નહીં. માનવ વધની કલમ દાખલ કરવી જ પડશે.જવાબદારો તમામની સામે એફ.આઈ.આર તો કરવી જ પડશે. જે કોન્ટ્રાક્ટર એ થોડા સમય અગાઉ જ રીપેરીંગ કર્યું હતું તેણે પણ ખરેખર રીપેરીંગ કર્યું છે કે કેમ? કે માત્ર કાગળ ઉપર ઘોડા દોડાવ્યા છે. તેની પણ તપાસ થવી જોઈએ. જો મેન્ટેનન્સ પાછળ ખર્ચાયેલી રકમ મળતીયા કોન્ટ્રાક્ટરને ગઈ હોય તો તે પણ તપાસનો વિષય બને છે. સત્તાનો જો દૂર ઉપયોગ થયો હોય અને ભાગ બટાઈના ધંધા થયા હોય તો એસીબીમાં પણ ગુનો દાખલ થઈ શકે છે.મંત્રીશ્રી, મહેરબાની કરીને લોકોને મૂર્ખ નહી સમજો. સ્લાઇડ શબ્દ બોલીને તમારી માનસિકતા જાહેર થાય છે. 23 ગાળામાંથી એક ગાળો સ્લાઇડ થયો છે એવું જાહેર કરવાથી ગુનો નાનો નથી થઈ જવાનો.ભોગ બનેલાઓની પરિવારની સાથે  કૃર મજાક કરી શકાય નહી. ગુજરાતની પ્રજાને તમે સમજો છો શું ? પ્રવક્તાને મનફાવે તેમ બોલવાની છૂટ નથી. આખરે તમે ધારાસભ્ય,મંત્રી પણ છો. તમે અત્યારે રાજ્ય સરકારના પ્રતિનિધિ બનીને આવ્યા છો. ભોગ બનેલાઓનાં પરિવારોની વેદનાને સમજો. સારું છે કે તમારામાંથી કોઈ એવું નથી બોલતું કે 1985 માં કોંગ્રેસનાં સમયમાં બ્રિજ બનેલો હતો. ઉત્તર પ્રદેશ સરકારની યુપી સ્ટેટ બ્રિજ કોર્પોરેશન લિમિટેડ કંપનીએ આ બ્રિજ બનાવ્યો હતો. આ કંપનીએ ભારતમાં અન્ય રાજ્યમાં ઘણાં બ્રિજ બનાવ્યા છે. સરકારની માલિકીની આ કંપની છે. સરકાર બદલાય તો પણ કંપનીના સ્ટેટસમાં કોઈ ફરક પડતો નથી.


ગુજરાતના તમામ બ્રિજની ચકાસણી કરવાની મુખ્યમંત્રીની સૂચના...
ગુજરાત રાજ્યમાં કુલ 7280 મેજર બ્રિજ અને માઇનોર બ્રિજ છે. 1500 મેજર બ્રિજ છે.5000 માઇનોર બ્રિજ છે.  94 બ્રિજ જોખમી પરિસ્થિતિમાં છે. મુખ્યમંત્રીએ ફેર તપાસના હુકમ કર્યા છે. 36 બ્રિજમાં અવરજવર બંધ કરવામાં આવી છે. વાહન વ્યવહાર બંધ કરાયો છે.ગુજરાતના તમામ કલેકટરને માર્ગ અને મકાન વિભાગ સાથે સંકલન કરી તમામ બ્રિજની ચકાસણી કરવાની સૂચના મુખ્યમંત્રી કાર્યાલયથી અપાઈ છે.

કોર્પોરેશન પાસે સ્ટ્રકચરલ એન્જિનીયર જ નથી...
ખાટલે મોટી ખોડ એ છે કે કોર્પોરેશન પાસે સ્ટ્રકચરલ એન્જિનીયર જ નથી. સ્ટ્રકચરલ ઇજનેર તમામ કોર્પોરેશનમાં છે કે નહી તેની તપાસ થવી જોઇએ. જો સ્ટ્રક્ચરલ ઇજનેર હોય તો શહેરના બ્રિજોની સમયાંતરે તપાસ થતી રહે અને આવી દુર્ઘટના ટાળી શકાય જો પાલિકા પાસે સ્ટ્રક્ચરલ ઇજનેર ના હોય તો હવે વ્યવસ્થા કરવાની જરુરી છે કારણ કે શહેરીકરણ અને સ્માર્ટ સિટીના વાયદા કરતા શાસકોના પ્રતાપે શહેરમાં સતત બ્રિજ બની રહ્યા છે અને બ્રિજ ના કારણે આ ઇજનેરની મહત્વતા વધી જાય છે. પાલિકાએ જેમ બને તેમ સ્ટ્રકચરલ ઇજનેરની પણ નિમણુક કરવી જોઇએ.

Reporter: admin

Related Post