News Portal...

Breaking News :

વડોદરાની જનતા, મનિષા વકીલને મંત્રીમંડળ લીધા એનાં કરતા બિનસક્ષમ-અહંકારી ધારાસભ્યોને નહીં લીધા તેમાં વધારે ખુશ છે

2025-10-18 09:57:45
વડોદરાની જનતા, મનિષા વકીલને મંત્રીમંડળ લીધા એનાં કરતા બિનસક્ષમ-અહંકારી ધારાસભ્યોને નહીં લીધા તેમાં વધારે ખુશ છે


વડોદરાનાં  ભ્રષ્ટ,બહુરૂપીયા,અહંકારી,તકવાદી,નિષ્ક્રિય,નિષ્ઠુર,સીનશોટવાળા,વિઝન વગરનાં ધારાસભ્યોને હાઈકમાન્ડે સમજીને બહાર રાખ્યા

મોદીનાં નામે ચૂંટાઈ આવેલા કેટલાક ધારાસભ્યોને,હવે મનન-મંથન કરવાનો સમય આવી ગયો છે.હાઈકમાન્ડ હવે આવા નેતાઓને ઘર ભેગા કરવાની તૈયારીમાં છે

મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયની જવાબદારી જ્યારે મનિષાબેનને મળી છે ત્યારે હવે તો હોડીકાંડની ભોગ બનેલી મહિલાઓને સામેથી કોઈ એજન્ડા વગર મળવા જઈ શકાય




મનીષા વકીલની ફરી મંત્રીમંડળમાં એન્ટ્રી
નવી કેબિનેટમાં વડોદરાનાં કોઈ પુરુષ ધારાસભ્યને સ્થાન મળ્યું નહીં, પરંતુ શહેર વાડીનાં ધારાસભ્ય (SC) મનીષા વકીલ ફરી રાજ્યકક્ષાનાં મંત્રીપદે ફરજ બજાવશે — રાજકીય સમીકરણ અને હાઈકમાન્ડની ગણતરીનું પરિણામ.
વિવાદાસ્પદ,ભ્રષ્ટ, તકવાદી અને વિઝન વગરનાં ધારાસભ્યોને હાઈકમાન્ડે બહાર રાખ્યા; વડોદરાની બેઠક પરથી મહિલાને તક આપી રાજકીય સંતુલન જળવાયું.
ગાંધીનગરમાં શપથ  લેતાં મનીષા વકીલ — વડોદરાનાં નિષ્ફળ રહેલા ધારાસભ્યોની વચ્ચે મહિલા ધારાસભ્યને મળ્યો જેકપોટ
ગાંધીનગરમાં નવી કેબિનેટની શપથવિધિ, વડોદરાના 10 ધારાસભ્યોવાળા વડોદરાને મળ્યું નહિ એક પણ મોભાલાયક સ્થાન; જૂના વિવાદો અને નિષ્ફળ કામગીરી પર્દાફાશ થઈ.ગાંધીનગરમાં શુક્રવારે નવી કેબિનેટની શપથવિધિ ભવ્ય રીતે યોજાઈ, પરંતુ આ વખતે સૌથી ચર્ચામાં રહેલું નામ વડોદરા રહ્યું હતું. કારણકે વડોદરા જિલ્લામાંથી પાંચ  ધારાસભ્યો હોવા છતાં એકેય ને મંત્રી પદ ન મળ્યું. માત્ર વડોદરાની શહેર વાડી બેઠકનાં ધારાસભ્ય મનીષા વકીલ રાજ્ય કક્ષાના મંત્રી રૂપે શપથ લઈ ફરી સરકારમાં પ્રવેશ કર્યા. ત્રણ વર્ષ પછી તેમનો આ બીજો કારકિર્દીનો મોર છે, પરંતુ હાઈકમાન્ડની આ પસંદની રાજકીય કારણો સપષ્ટ છે.મધ્ય ગુજરાતમાં મહિલા સંતુલન અને SC સીટને રાખી વકીલની પસંદ થઈ છે. અગાઉ વિધાનસભાની ચૂંટણી વખતે પૂર્વ મુખ્યમંત્રીની ભલામણથી રાતોરાત કાર્યકર્તા બનાવીને ટિકિટ આપાઈ હતી.— તે ચર્ચા હવે ફરી જીવંત બની છે. હાલ વકીલનો ભૂતકાળ વિવાદોથી પલળેલો છે — હરણી બોટ કાંડમાં 12 બાળકોનાં મૃત્યુ પછી એક મહિલા ધારાસભ્ય હોવા છતાં તેમની અનઉપસ્થિતિ પર માત્ર સ્થાનિક નાગરિકો જ નહી પરંતુ પાર્ટી સ્તરે પણ અસંતોષ થયો હતો. વડોદરાનાં અન્ય ધારાસભ્યો ના નામ કમાવવાનાં  કારણો પણ સ્પષ્ટ છે. ગેરકાયદેસર ધારાસભ્ય ભવન મામલાઓથી લઈને મિડિયા હાઉસની જમીન વિવાદો સુધી અને અધિકારીઓ સાથે વારંવારની ટક્કર – આ બધું હાઈકમાન્ડ સુધી નોંધાયું છે. સાત-સાત ટર્મ સુધી ધારાસભ્યઅને અન્ય પદે રહીને કોઈ પરિવર્તન લાવી શક્યા નહી.“શિવજીકી સવારીથી" વડોદરાનો વિકાસ થયો ગણાય નહી. કેટલાક દબાણ-તોડફોડ-નોટીસો અપાવવામાં વિકૃત્ત આનંદ મેળવતા. ગત વર્ષનાં પુરમાં ધારાસભ્યો નિષ્ક્રિય હતા. માત્ર મુખ્યમંત્રી-પ્રભારીમંત્રી વડોદરા આવતા ત્યારે આજુબાજુમાં ફોટા પડાવવા માટે ગોઠવાઈ જતા.  લોકોમાં હવે તેમની છાપ “શીન શોર્ટવાળા ધારાસભ્યો”ની થઇ  ગઈ છે. 


સોશિયલ મીડિયામાં ફોટા પોસ્ટ કરવા અને જાહેર કાર્યક્રમોમાં રીબીન કાપવા સુધી સીમિત રાજકારણ હવે લોકો માં વિફળ થતું જોઈ રહ્યું છે. હાઈકમાન્ડનો આ સંદેશ સ્પષ્ટ છે  જે લોકપ્રિય છબી બચાવવા અસફળ રહશે અને જિલ્લાની જનતાને પ્રતિનિધિત્વ નહી આપશે, તે કેબિનેટ બહાર રહે.મનીષા વકીલની વાપસી ભલે રણનીતિક નિર્ણય લાગે, પરંતુ વડોદરાના ધારાસભ્યો માટે આ એક ચેતવણી રૂપ સુનિશ્ચિત મેળ છે કે હવે રાજકારણ ફોટાથી નહીં પણ ઠોસ-કાર્યની માંગ રહી છે.


વડોદરાના અન્ય ધારાસભ્યોના વિવાદાસ્પદ ભૂતકાળ..
વડોદરા જિલ્લા માટે વધુ એક વખત રાજકીય ઝટકો નોંધાયો છે. નવી કેબિનેટની શપથવિધિ દરમિયાન જિલ્લાનાં પાંચ માંથી એકેય ધારાસભ્યને સ્થાન મળ્યું નહીં, જ્યારે શહેર વાડીના મનીષા વકીલને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે બીજીવાર તક આપી હાઈકમાન્ડે સ્પષ્ટ સંદેશ પાઠવ્યો છે. મનીષા વકીલની વાપસી પાર્ટીના જાતિ-સંતુલન તેમજ મહિલા પ્રતિનિધિત્વના હિસાબે સમજાઈ રહી છે. વડોદરાનાં અન્ય ધારાસભ્યોનાં વિવાદાસ્પદ ભૂતકાળ અને અપ્રભાવક કામગીરીને કારણે ક્ષેત્રને ફરી અવગણવામાં આવ્યું છે. સ્થાનિક સ્તરે ધારાસભ્યોની નિષ્ક્રીયતા, પુરકાળે સેવા આપવામાં નિષ્ફળતા અને વિવાદિત છાપને કારણે આ નિર્ણય લેવાયો હોવાનો રાજકીય વર્તુળોમાં મત છે.

Reporter: admin

Related Post