News Portal...

Breaking News :

શહેરમાં નોન કોમર્શિયલ અને સૌથી સુરક્ષિત,વિવાદ વિના યોજાતા શિક્ષિતોના ગરબા એટલે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા યોજાતા ગરબા

2025-10-02 15:10:06
શહેરમાં નોન કોમર્શિયલ અને સૌથી સુરક્ષિત,વિવાદ વિના યોજાતા શિક્ષિતોના ગરબા એટલે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા યોજાતા ગરબા


અહીં ગરબામાં  ભંડોળનો પારદર્શી વહિવટ થાય છે અને વધેલા ફંડની રકમ એસોસિયેશન દ્વારા દિવ્યાંગ બાળકોના આરોગ્ય, શિક્ષણ અને સ્વાવલંબન પાછળ જરુરિયાત પ્રમાણે કરવામાં આવે છે



અહીં સુરક્ષા સાથે સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી સૌથી વધારે શિક્ષત લોકોની ગરબા રમવા અને જોવા માટે પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે
શહેરમાં હાલ આસો સુદ શારદીય નવરાત્રિ ચાલી રહી છે. શહેરમાં નવરાત્રિ પર્વે ઉજવાતા ગરબા એ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. સંસ્કારી નગરી, કલાનગરી વડોદરામાં ગરબાનું આકર્ષણ તો બોલીવૂડ અને ટેલીવૂડને પણ રહેતું હોય છે જે આપણે ફિલ્મો અને સિરિયલોમાં જોવા મળે છે. વડોદરા શહેરમાં અગાઉ માં ની આરાધના માટે શેરી ગરબાઓ યોજાતા હતા પરંતુ ધીમે ધીમે શેરીગરબાઓ પારંપરિક ગરબા નું સ્થાન હવે કોમર્શિયલ ગરબાએ લઇ લીધું હોય તેમ જણાય છે આજે મોંઘાદાટ પાસ ખરીદીને ઝાકમઝોળ સાથે ઉભા કરેલા કોમર્શિયલ ગરબામાં લોકો જાય છે અને દર વર્ષે ઘણા મોટા કોમર્શિયલ ગરબાઓ અનેક વિવાદોમાં ઘેરાતા જોવા મળ્યા છે. ચાલુ વર્ષે પણ ઘણા મોટા ગરબાઓમાં અસુવિધાઓ, અશ્લિલતા, અસુરક્ષા જેવા વિવાદો ચર્ચાનો વિષય બન્યા છે પરંતુ આ બધા વચ્ચે શહેરના જૂના પાદરા રોડ સ્થિત રિલાયન્સ મોલ પાછળ આવેલ વિનસ પહલ ગરબા મેદાનમાં છેલ્લા ત્રણ વર્ષથી ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા નોન કોમર્શિયલ ગરબાનું આયોજન કરવામાં આવે છે જે નિર્વિવાદ એટલે કે કોઇપણ પ્રકારના વિવાદોમાં નથી સપડાયું.આ વર્ષે પણ અહીં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA) દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. 


નિર્વિવાદ આ ગરબાની લોકપ્રિયતા ખાસ કરીને શિક્ષિત લોકોની પ્રથમ પસંદગી રહ્યું છે તેના કારણે જ અહીં શિક્ષિત લોકો તથા યુવતીઓ મહિલાઓ પોતાને સુરક્ષિત મહેસૂસ કરી શકે છે અને મોટી સંખ્યામાં આ નોન કોમર્શિયલ ગરબામાં આવી રહ્યા છે.અહી શહેરના તબીબો દ્વારા એક તબીબી સંગઠન હેઠળ ગરબાનું આયોજન કરવામાં આવે છે જ્યાં મેલ ગરબા રમવા માટેના પાસ માટે રૂ.900 તથા ફિમેઇલ ને ગરબા રમવા માટેના પાસ રૂ.400 જેવી નજીવી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.અહી ખાસિયત એ છે કે ગરબા મેદાનમાં આઠ હજાર ગરબા ખેલૈયાઓ આરામથી ગરબા રમી શકે તે મુજબ જ પાસ વિતરણ કરવામાં આવે છે તેથી વધારેના પાસ વિતરણ કરાતાં નથી. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ના વડોદરાના પ્રમુખ ડો. મિતેષ શાહ અને તેમના સભ્યો દ્વારા અદભૂત અને આકર્ષક સાથે પાર્કિંગ સહિતની સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા સાથે સરસ મજાનું આયોજન કરવામાં આવે છે. અહીં તમામ આવક અને ખર્ચનો પારદર્શી વહિવટ કરવામાં આવે છે સાથે જ આવકમાંથી વધતી રકમ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનમા જમા કરાવાય છે જે ભંડોળનો ઉપયોગ દિવ્યાંગ બાળકોના આરોગ્ય, શિક્ષણ અને સ્વાવલંબન જે પણ પ્રકારની જરુરીયાત હોય તે મુજબ કરવામાં આવે છે. હાલમાં 61 જેટલા દિવ્યાંગ બાળકોને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA) દ્વારા દત્તક લેવામાં આવ્યા છે અને આગામી સમયમાં 1000 દિવ્યાંગ બાળકોને જેઓને આરોગ્ય, શિક્ષણ અથવા સ્વાવલંબન જેવી કોઇ અનિવાર્ય જરુરીયાત માટે દત્તક લઇ મદદરૂપ થશે. અહીં યુવતીઓ અને મહિલાઓ પોતાને ખૂબ સુરક્ષિત માને છે માટે જ આ વર્ષે મેદાનમાં શિક્ષિત લોકો જેમાં 70% થી 80% તબીબો સાથે અન્ય શિક્ષિત ગરબા રમવા જોવા, રમવા આવે છે. અહીં ગાયક વૃંદ  નામાંકિત નીલેશ પરમારનું છે . લોકો અહીં ખુબજ ખુશી સાથે ગરબા રમવા આવે છે જેથી એમ કહી શકાય કે કોમર્શિયલ ગરબાની ઝાકમઝોળ અને વિવાદો વચ્ચે નિર્વિવાદ અને સુરક્ષિત, સુવિધાસભર, સુશિક્ષિત લોકો માટે શહેરના પ્રથમ નંબરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ના ગરબા યોજાય છે.

Reporter: admin

Related Post