News Portal...

Breaking News :

નવા ઇન્ચાર્જ ફાયર ઓફિસરની મનમાની

2025-09-17 10:04:55
નવા ઇન્ચાર્જ ફાયર ઓફિસરની મનમાની


અરજદારો તો ઠીક તાબાનાં અધિકારીઓને મળવા માટે સપ્તાહનો એક દિવસ આપ્યો 
વડોદરા ફાયર બ્રિગેડના ઈનચાર્જ સીએફઓ પણ, પૂર્વ સીએફઓને પગલે આગળ ધપી રહ્યા છે



ફાયર બ્રિગેડની કામગીરી એકાએક એટલી વધી ગઈ કે, ઈનચાર્જ સીએફઓ પાસે કર્મચારીઓને મળવાનો પણ સમય નથી ?
ખબર નહીં કેમ પણ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસરની ખુરશી પર બિરાજમાન થયા પછી દરેક અધિકારી ફાટીને ધૂમાડે જઈ રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે પણ ભ્રષ્ટાચારના આરોપસર સસ્પેન્ડ થયેલા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટિલની ખાલી પડેલી જગ્યા પર બેઠેલા ઈનચાર્જ ચીફ ફાયર ઓફિસર હવે પોતાની મનમાની ચલાવતા થઈ ગયા છે. એમણે તો હદ કરી છે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ વડોદરા મ્યુનિસિપલ કમિશનર પણ કોઈ અધિકારીને મળવાનો ઈન્કાર નથી કરતા. પરંતુ, ઈનચાર્જ સીએફઓએ એમના જ અધિકારીઓને મળવાનો સમય નિયત કરી દીધો છે. અને તેઓ કોને તથા ક્યારે મળશે ? તેનો વાર અને સમય સાથેનું એક બોર્ડ બહાર લગાવી દીધું છે. અગ્નિશમન અને તાત્કાલિક વિભાગમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એપ્લિકેશન અને ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલનું કામ કે તેની જાણકારી મેળવવા માટે દર સોમવારે તથા મહિનાનાં પહેલા અને ત્રીજા શનિવારે આવવું અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રિન્યુઅલ અને ફાયર સેફ્ટી ઓફિસરે પુછપરછ અને કામગીરી માટે દર ગુરુવારે આવવાનું રહેશે. પ્રત્યેક ફાયર સેફ્ટી ઓફિસરે એની નોંધ લેવી. ઈનચાર્જ ચીફ ફાયર ઓફિસર હરેન્દ્રસિંહ ચૌહાણના ઉપરોક્ત હુકમથી કર્મચારીઓમાં કચવાટ અને અરજદારોમાં રોષ ઉભો થયો છે. વાત એવી છે કે, અરજદારને પહેલો ધક્કો તો ઈનચાર્જ ચીફ ફાયર ઓફિસરના બોર્ડને વાંચવા માટે થાય છે અને પછી એકાદ અઠવાડિયા સુધીનો વિરામ મળી જાય છે. હવે સવાલ એ થાય છે કે, અચાનક વડોદરા ફાયર બ્રિગેડમાં કામનું ભારણ કેવી રીતે વધી ગયુ કે, ઈનચાર્જ સીએફઓએ બોર્ડ મારવું પડ્યુ. અહીં સવાલ માત્ર અરજદારો પૂરતો મર્યાદિત નથી પણ એમાં ફાયર સેફ્ટી ઓફિસર જેવા કર્મચારીઓનો પણ સમાવેશ કરવામાં આવતા આશ્ચર્ય સર્જાયુ છે. હવે, દર સોમવાર અને અઠવાડિયાના પહેલા અને ત્રીજા શનિવારે અરજદારોને બોલાવવા પાછળનું ગણિત સમજાતું નથી. અને તેવી જ રીતે પોતાના સ્ટાફના માણસને પણ માત્ર ગુરુવારે જ મળવાનું કેલ્ક્યુલેશન પણ કોઈના સમજમાં આવતુ નથી. હાલમાં ફાયર બ્રિગેડના ત્રણ ઉચ્ચ અધિકારીઓ સસ્પેન્ડ છે. અને તેમાં પણ ઈનચાર્જ આવા નવા-નવા ગતકડાં કરતા હોય તો કર્મચારીઓનું શું થશે ? તે સમજાતુ નથી. 



ફાયર બ્રિગેડની ખરીદીના કૌભાંડમાં હજી સામાન સીલ કરાયો નથી !! સગેવગે થાય તેવી પૂરી શક્યતા છે.
વડોદરા ફાયર બ્રિગેડમાં રબર બોટની ખરીદીના કૌભાંડમાં તત્કાલિન ચીફ ફાયર ઓફિસર મનોજ પાટિલ, આસી. ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ અને તત્કાલિન એચઓડી ડો. દેવેશ પટેલ સસ્પેન્ડ કરાયા છે. આ કૌભાંડમાં હજીસુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. અને કોઈની સામે એન્ટિ કરપ્શન બ્યુરોની તપાસ પણ શરુ થઈ નથી. ચોંકાવનારી વાત તો એ છે કે, અત્યાર સુધી બોટ કૌભાંડના સાધનોને પણ સીલ કરાયા નથી. આ બધી પરિસ્થિતિને જોતા એવું લાગે કે, આખાય કૌભાંડ પર ઠંડુ પાણી રેડી દેવાનો કારસો રચાઈ રહ્યો છે.

કૌભાંડમાં ગયેલા પ્રજાનાં રુપિયાની રિકવરી કોણ કરશે ? 
રબર બોટની ખરીદીના કૌભાંડમાં ફાયર બ્રિગેડના ત્રણ-ત્રણ મોટા અધિકારીઓ સસ્પેન્ડ કરીને સંતોષ માની લેવાયો છે. પણ આ ભ્રષ્ટાચારમાં પ્રજાના પરસેવાના પૈસા ગયા છે. હવે, એને રિકવર કોણ કરશે? આપણા વડોદરા કોર્પોરેશન સાથે છેતરપિંડી કરનારા સુરતના વેન્ડર પાસેથી પૈસાની રિકવરી કેવી રીતે કરાશે ? તે સમજાતું નથી. આટલા દેખીતા કૌભાંડમાં માત્ર ત્રણ અધિકારીને સસ્પેન્ડ કરીને સંતોષ માનવો યોગ્ય નથી. આગળ કાર્યવાહી થવી જોઈએ. મદદગારી કરનારા અને સત્તાનો દુરુપયોગ કરનારા ની સામે પણ દંડાત્મક અને શિક્ષાત્મક પગલાં લેવાવા જોઈએ.[નવા ઇન્ચાર્જ ફાયર ઓફિસરની મનમાની

પાલિકામાં જેટલા પણ ઇન્ચાર્જ અધિકારીઓ અલગ અલગ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. તેઓ સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. રેગ્યુલર નિમણૂક થવી અનિવાર્ય છે.

Reporter: admin

Related Post