વડોદરા : રજાના દિવસોમાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાની વ્યવસ્થા પડી ભાંગતા તંત્ર દોડતું થયું છે, અને ઉચ્ચ અધિકારીઓએ પણ બેઠકોનો દોર શરૂ કર્યો છે.
છેલ્લા ત્રણ દિવસની રજાના સમયગાળા દરમિયાન અંદાજે 8 થી 10 લાખ પરિક્રમાવાસીઓ ઉમટી પડતાં અંધાધૂંધી સર્જાઇ હતી. જેને કારણે પરિક્રમાવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો. અનેક લોકોએ કહ્યું હતું કે, 'મહાકુંભની વ્યવસ્થા પરથી રાજ્યના અધિકારીઓએ બોધ લેવા જેવો હતો.' આ ઉપરાંત ભક્તોનું ઘોડાપૂર ઉમટતાં અવ્યવસ્થાને કારણે અનેક પરિક્રમા વાસીઓને અધવચ્ચે થી પરત ફરવું પડયું હતું.આજે આખો દિવસ ઉચ્ચઅધિકારીઓની બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો. 20 જેટલી બસો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંથી મંગાવી હતી.જ્યારે, 50 હોડીઓ ઉપલબ્ધ છે અને વધારાની 30 હોડીઓ મંગાવવામાં આવી છે.
આ દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ના બને તે માટે SDRFને તૈનાત રાખવામાં આવી છે.નર્મદા જિલ્લા માં ચાલતી ઉતરવાહિની પંચકોશી પરિક્રમામાં ગત શનિવાર અને રવિવારના રોજ અચાનક 2 થી 3 લાખ ભક્તો પરિક્રમા માટે આવી ગયા હતા, જેને કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી. આગામી 17 થી 20 અને પરિક્રમા જયારે છેલ્લા પડાવ એટલે કે 25 થી 27 આ સમય દરમિયાન હજુ પણ વધુ ભક્તો આવે તેવા અણસાર છે જેથી 12 એપ્રિલે જે બન્યું તેવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ ફરીથી ન થાય તે માટે તાત્કાલિક નર્મદા જિલ્લા કલેકટરે રામપુરા મંદિર ખાતે સંબંધિત અધિકારીઓ,પોલીસ વિભાગ,સામાજિક સંસ્થાઓ અને સ્વયંસેવકો સાથે એક બેઠક યોજી હતી.
Reporter: admin