News Portal...

Breaking News :

સાવલીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં આજરોજ વધુ એક કેસ ચાલી જતાં આરોપીને આજીવન કેદની સજા અને રૂપિયા 50 હજારનો દંડ ફટકારતી સાવલી સ્પેશિયલ પોકસો કોર્ટ

2025-04-15 16:13:02
સાવલીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં આજરોજ વધુ એક કેસ ચાલી જતાં આરોપીને આજીવન કેદની સજા અને રૂપિયા 50 હજારનો દંડ ફટકારતી સાવલી સ્પેશિયલ પોકસો કોર્ટ


વાઘોડિયા પોલીસ સ્ટેશન માં તારીખ 7 8 2024 ના રોજ નોંધાયેલ ફરિયાદમાં આરોપી તેના જ ગામની 17 વર્ષની સગીરા સાથે ફરિયાદ અગાઉ એક વર્ષથી નાં જાઈશ સંબંધો રાખતો હતો અને ભોગ બનનારના પિતા વાઘોડિયા જીઆઇડીસી ખાતે મજુરી કામ કરવા પરિવાર સાથે આવેલ. 


આરોપી 31 વર્ષનો પરિણીત અને ચાર બાળકોનો પિતા હોવા છતાં ભોગ બનનારનો પીછો કરતો અને વાઘોડિયા નોકરી કરવા આવવાના બહાને પીછો કરતો અને ભોગ બનનારને ભગાડી જવાના કાવતરા સાથે દુકાને પડીકું લેવા બોલાવી અપહરણ કરી ભોગ બનનારને રાજકોટ ત્યારબાદ હરિયાણા ગુડગાંવ ત્યારબાદ મોરબીના માથક ગામે એમ અલગ અલગ જુદા જુદા સ્થળે છ મહિના સુધી ગેરકાયદેસર પોતાના કબજામાં રાખી 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ ગુજારેલ જે ફરિયાદ ની બાબતનો કેસ વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા આજે સાવલીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી જતા નામદાર જજ સાહેબ  જે એ ઠક્કર સાહેબે આરોપી પરણીત અને ચાર સંતાનોનો પિતા હોવા છતાં અને જેમાં એક બાર વર્ષની દીકરી હોય અને આવુ  કૃત્ય કરતા જેને લઈને આરોપીને કસુરવાર ઠેરવી આરોપી નરેશ માધુભાઇ  નાયક રહે.ઉમેરકોઈ ,તા: નસવાડી, જીલ્લો: છોટાઉદેપુરને નામદાર કોર્ટના જજ સાહેબ  એ આજીવન કેદની સજા એટલે કે કુદરતી રીતે નિત્યક્રમ સુધી જીવે ત્યાં સુધી તેમજ 50 હજાર રૂપિયાનો દંડ નો.હુકમ ફટકારેલ છે.


અને b.n.s કલમ ૧૩૭ મુજબ ત્રણ વર્ષની સખત કેદ અને ત્રણ હજારનો દંડ અને કલમ ૮૭ મુજબ પાંચ વર્ષ ની સજા અને ૫ હાજારનો દંડ ફટકારેલ છે. નામદાર કોર્ટે ગુજરાત વિક્ટ ટીમ કોમ્પનસેશન સ્કીમ મુજબ ભોગ બનનારને રૂપિયા ચાર લાખનું વિકટીમ કોમ્પનસેશન વળતર તરીકે ચૂકવવા ભલામણ કરેલ છે. તેમજ આરોપી જે દંડની રકમ કોર્ટમાં જમા કરાવે તે ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવા ભલામણ કરેલ છે.સદર કેસ કોર્ટમાં દાખલ થયા ને 43 દિવસની અંદર ફેંસલો આપેલ છે. અને નવા કાયદા મુજબ ઝડપી ન્યાયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે

Reporter: admin

Related Post