News Portal...

Breaking News :

જીમી કાર્ટરની યાદમાં ગામનું નામ બદલીને કાર્ટરપુરી કરાયું હતું

2024-12-31 09:36:35
જીમી કાર્ટરની યાદમાં ગામનું નામ બદલીને કાર્ટરપુરી કરાયું હતું


કાર્ટરપુરી: હરિયાણા રાજયમાં ગુરુગામની નજીક આવેલું કાર્ટરપુરી આજે પણ વિકાસ ઝંખે છે. દિલ્હીનો શહેરી વિસ્તાર આગળ વધતા સેકટર આગળ વધતા જાય છે. 


ચોતરફ કાર ઇન્ડસ્ટ્રીઝ વિકસી હોવા છતાં ગામ લોકો રોજગારીથી વંચિત છે. સેકટર -૨૩ની નજીકનું કાર્ટરપુરી પોતાની ઓળખ માટે ઝઝુમી રહયું છે.સેકટર્સથી ઘેરાયેલા કાર્ટરપુરી ગામમાં પ્રવેશવા માટે મુખ્યદ્વારથી સારો રસ્તો પણ નથી.મોરારજી દેસાઇ વડાપ્રધાન હતા ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જીમી કાર્ટર ભારતની ૪ દિવસની મુલાકાતે આવ્યા હતા.જીમી કાર્ટરે  ૩ જાન્યુઆરી ૧૯૭૮માં દિલ્હીની નજીક આવેલા દૌલતપુર -નસિરાબાદ ગામની મુલાકાત લીધી હતી. કાર્ટરે આ ગામના લોકોને ટેલિવિઝન સેટ ભેટ આપ્યા હતા. ત્યારથી ગ્રામજનો ૩ જાન્યુઆરીએ જાહેર રજા રાખે છે. 


તેમના જીવનની મહત્વની દરેક ક્ષણને યાદ કરે છે જેમાં ૨૦૦૨માં જીમીને નોબેલ શાંતિ પુરસ્કાર મળેલો તેનો પણ સમાવેશ થાય છે. જીમી કાર્ટરની યાદમાં આ ગામનું નામ બદલીને કાર્ટરપુરી રાખવામાં આવ્યું હતું. જીમી સાથે માતા લિલિયાને પણ -નસિરાબાદનઆ દૌલતપુરની મુલાકાત લીધી હતી.કાર્ટર જયાં સુધી અમરિકાના પ્રમુખ રહયા ત્યાં સુધી વાઇટ હાઉસ અને વિલેજ કાઉન્સીલ વચ્ચે પત્ર વ્યહવાર થતો રહયો હતો. એ દરમિયાન અમેરિકન પ્રવાસીઓ કુતુહલખાતર ગામની મુલાકાત લેતા હતા હવે માત્ર કાર્ટરપુરી નામ રહી ગયું છે ને બાકી બીજુ બધુ ભૂલાઇ ગયું છે.  અમેરિકામાં કાર્ટરનું શાસન હતું ત્યાં સુધી અમેરિકાના પ્રવાસીઓ આ ગામની કુતહુલ ખાતર મુલાકાત લેતા હતા.એક સમયે ગામ લોકોને કાર્ટરપુરીના રહેવાસી હોવાનું ગૌરવ થતું હતું પરંતુ હવે આજુ બાજુ કોન્ક્રીટના જંગલ ઉભા થયા હોવાથી ગામ શોધવું મુશ્કેલ પડે છે. ગામ લોકોનું માનવું છે કે  સેકટર ભલે બન્યા હોય તેની સામે વાંધો નથી પરંતુ ગામની પણ ઓળખ રહેવી જોઇતી હતી.

Reporter: admin

Related Post