News Portal...

Breaking News :

નીતિશ કુમાર ફરી ભાજપનો સાથ છોડી વિરોધી ગઠબંધનમાં જોડાશે તેવી અટકળો

2024-12-31 09:33:08
નીતિશ કુમાર ફરી ભાજપનો સાથ છોડી વિરોધી ગઠબંધનમાં જોડાશે તેવી અટકળો


દિલ્હી : લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની ટીમે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને 'ઈન્ડિયા' ગઠબંધનમાં જોડાવા આમંત્રણ આપતા નીતિશ કુમાર ફરી ભાજપનો સાથ છોડી વિરોધી ગઠબંધનમાં જોડાશે એવી વાતો વહેતી થઈ છે. 


જો કે, પૂર્વ સાથી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે જેડી(યુ)ના વરિષ્ઠ નેતા માટે દરવાજા કાયમી બંધ કરવાનું સત્તાવાર નિવેદન આપ્યું છે. ગત સપ્તાહે ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા અને ગૃહ મંત્રી અમીત શાહે બોલાવેલી બેઠકમાં નીતિશ કુમાર હાજર રહેલા નહીં. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળવા પહોંચ્યાની વાતો સામે આવી છે.એનડીએ અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગઠબંધનોમાં કૂદાકૂદ કરનારા નીતિશ કુમાર 'પલ્ટુ' તરીકે ખ્યાતનામ છે. છેલ્લા ચાર મહિનાથી- બિહારને વિશિષ્ટ રાજ્યનો દરજ્જો આપવા કે ડૉ. બાબાસાહેબ આંબેડકર અંગેના ગૃહમંત્રીના વિવાદિત નિવેદન- દરેક મામલે જેડીયુ ભાજપ સાથે છેડો ફાડે એવા અહેવાલો સતત આવતા રહે છે.


બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એક વાર પલટી મારીને ભાજપને છોડીને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સાથે હાથ મિલાવી લે એવી શક્યતા છે. નીતિશ અમિત શાહ દ્વારા ડો. બાબાસાહેબના અપમાન અને કેન્દ્રીય બજેટમાં બિહારને અન્યાયના મુદ્દે ૧ ફેબ્રુઆરી પછી ભાજપને છોડીને ફરી તેજસ્વી યાદવ સાથે મળીને સરકાર રચશે એવું કહેવાય છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તાજેતરમાં નિવેદન આપેલું કે, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નીતિશ કુમાર એનડીએના મુખ્યમંત્રીપદના ઉમેદવાર નથી અને ચૂંટણી પછી ધારાસભ્યો કોણ મુખ્યમંત્રી બનશે એ નક્કી કરશે.

Reporter: admin

Related Post