સુપ્રસિદ્ધ યાત્રાધામ અને 51 શક્તિપીઠો પૈકીના એક શક્તિપીઠ ગણતા પાવાગઢ ડુંગરની ફરતે 44 કિલોમીટરની ત્રિજ્યામાં યોજાતી 9 મી પવિત્ર પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજે તારીખ 30/12/2024 સોમવાર માગસર વદ અમાસના પવિત્ર દિવસે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિર ખાતેથી હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલા પ્રસિદ્ધ શ્રી રામજી મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી રામશરણદાસ મહારાજ પરમ પૂજ્ય શ્રી લાલા બાપુ તાજપુરાવાળા ની અધ્યક્ષતામાં તેમજ સંતો મહંતો તેમજ પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર,હાલોલ તાલુકા ભાજપા સંગઠનના પ્રમુખ જયેન્દ્રસિંહ ચૌહાણ, હાલોલ શહેર ભાજપા સંગઠનના પ્રમુખ હરિશભાઈ ભરવાડ પવિત્ર પાવાગઢ પરિક્રમા યાત્રા સમિતિના તમામ આયોજકો સમસ્ત પાવાગઢ ગામ તેમજ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો અને અનેક મહાનુભવોની હાજરીમાં વર્ષોની પરંપરા પ્રમાણે આસ્થા અને શ્રદ્ધા સાથે ધાર્મિક વાતાવરણમાં પૂજા પાઠ સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો
જેમાં પવિત્ર પાવાગઢ પરિક્રમા યાત્રા સમિતિ દ્વારા આયોજિત અતિ પ્રાચીન ઐતિહાસિક અને પવિત્ર પાવાગઢ પરિક્રમા યાત્રાનું અતિ મહત્વ છે જેમાં મહાન તપસ્વી વિશ્વામિત્રી ઋષિની સાથે જોડાયેલી આ પાવાગઢ પવિત્ર પરિક્રમા યાત્રા જે પાવાગઢ ડુંગર જેને શ્રી યંત્ર પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે તેવા પવિત્ર શ્રી યંત્ર પર્વત એટલે કે પાવાગઢ ડુંગરની તળેટીમાં આવેલા 44 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારોની પવિત્ર પાવાગઢ પરિક્રમા યાત્રા અંતર્ગત પવિત્ર પરિક્રમા કરવામાં આવે છે જે અતિ મહત્વની અને ઐતિહાસિક એવી પવિત્ર પાવાગઢ પરિક્રમા યાત્રા આજે સોમવારે સવારે 7:00 વાગ્યાથી આરંભ થઈ યાત્રાધામ પાવાગઢની તળેટી ખાતે ફરી પોતાના નિર્ધારિત રુટ પર પરિક્રમા કરવા રવાના થઈ હતી જેમાં આ પવિત્ર પાવાગઢ પરિક્રમા યાત્રાનું 44 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા વિવિધ મંદિરો તેમજ ગામો ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે જેમાં પાવાગઢ ડુંગર ફરતે ના વિસ્તારોમાં 44 કિલોમીટરની ત્રિજ્યામાં પરિક્રમા કરનાર આ પવિત્ર પાવાગઢ પરિક્રમા યાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો તેમજ અનેક સંતો મહંતો અને અનેક મહાનુભાવો જોડાશે
જેમાં આજે પાવાગઢ પરિક્રમા યાત્રા દિવસ દરમિયાન પરિક્રમા કરી હાલોલ તાલુકાના પ્રસિદ્ધ શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે પહોંચશે જ્યાં પવિત્ર પાવાગઢ પરિક્રમા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયા બાદ ધાર્મિક કાર્યક્રમ યોજાશે અને આ પવિત્ર પાવાગઢ પરિક્રમા યાત્રામાં સામેલ તમામ ભક્તજનો રાતવાસો શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે કરી તારીખ 31/12/2024 એટલે કે આવતીકાલે મંગળવારના રોજ વહેલી સવારે ફરી પોતાના પરિક્રમાના રૂટ પર ભારે આસ્થા અને શ્રદ્ધા સાથે ફરી યાત્રાધામ પાવાગઢની તળેટી ખાતે આવેલ શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિર ખાતે આવી પહોંચશે જ્યાં પવિત્ર પાવાગઢ પરિક્રમા યાત્રાની પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે તેવી માહિતી મળવા પામેલ છે
Reporter: admin