અમદાવાદ : અંદાજે 6 હજાર કરોડનું મનાતું BZ કૌભાંડમાં હાલમાં 400 થી 450 કરોડની ફિગર મળી રહી છે. આરોપી ઝાલા હાલ સાત દિવસના પોલીસ રિમાન્ડ પર છે ત્યારે પરિક્ષીતા રાઠોડે ( ડી.આઇ.જી. સીઆઇડી ક્રાઇમ) પત્રકાર પરિષદ યોજી અનેક રહસ્યો પરથી પડદો ઉંચક્યો હતો.
બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા પૂછપરછમાં રોકાણની વિગતો આપતાં જણાવ્યું હતું કે રોકાણકારોની વિગતો ઓનલાઇન વેબસાઇટ BZTRADE.in ઉપર રોજેરોજ એન્ટ્રીઓ કરવામાં આવતી હતી. આ BZTRADE.in ના ડેટા મેળવતા BZ GROUP માં કુલ આશરે 11,000 રોકાણકારોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાની વિગત મળી આવી છે.
આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની વિરૂદ્ધમાં 27 નવેમ્બર 2024ના રોજ ફરીયાદ દાખલ થઇ તે દિવસે મધ્યપ્રદેશ બગલામુખી ખાતે ગયો હતો અને ત્યાંથી પોતાના ફોન સ્વીચ ઓફ કરીને રાજસ્થાનમાં આશરે 15 દિવસ રોકાયો હતો. ત્યારબાદ તેના અન્ય સાગરીતનો સંપર્ક કરી મહેસાણા જીલ્લાના દવાડા ગામ ખાતે ફાર્મ હાઉસ પર આશરે 14 દિવસ રોકાયો હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.
પુછપરછ દરમિયાન BZ FINANCIAL SERVICES ની કુલ-17 શાખાઓ જેમાં (1) પ્રાંતિજ શાખા (2) હિમંતનગર શાખા (3) વિજાપુર શાખા (4) પાલનપુર શાખા (5) રાયગઢ શાખા (6) ભીલોડા શાખા (7) ખેડબ્રહ્મા શાખા (8) ગાંધીનગર (9) રણાસણ શાખા (10) મોડાસા શાખા (11) માલપુર શાખા (12) લુણાવાડા શાખા (13) ગોધરા શાખા (14) બાયડ શાખા (15) વડોદરા શાખા (16) ડુંગરપુર (રાજસ્થાન) (17) રાજુલા (અમરેલી) ખાતે શાખાઓ ચાલુ કરી હતી.
આ શાખાઓ મારફતે રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હોવાની હકિકત જણાવી હતી. તેણે 100 અંદાજે કરોડની આશરે 17 થી 18 મિકલતો વસાવી છે. તેના સગા-સંબંધી, મિત્રો સહિતના લોકોની મિલકતની પણ તપાસ કરાઈ રહી છે. બિટ કોઈન- ડિજીટલ કરન્સીમાં રોકાણ કર્યું છે કે નહીં તેની તપાસ ચાલુ છે. આ ગુનામાં અત્યાર સુધી 8 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
Reporter: admin