News Portal...

Breaking News :

નગરપાલિકાના નવા બિલ્ડીંગના લોકાર્પણ આમંત્રણ પત્રિકામાં ધારાસભ્યનું નામ ગાયબ

2025-01-25 13:27:49
નગરપાલિકાના નવા બિલ્ડીંગના લોકાર્પણ આમંત્રણ પત્રિકામાં ધારાસભ્યનું નામ ગાયબ


ડભોઇ : નગરપાલિકાના નવા બિલ્ડીંગના લોકાર્પણ પૂર્વે વિવાદ સામે આવ્યો પાલિકાની આમંત્રણ પત્રિકામાં ધારાસભ્યનું નામ ગાયબ થયું છે.



પ્રમુખ અને ચીફ ઓફિસરના નામ નોજ આમંત્રણ પત્રિકામાં ઉલ્લેખ છે પરંતુ લોકાર્પણ તકતીમાં ધારાસભ્ય અને સાંસદનું નામ લખેલું છે. અને 5 કરોડ રૂપિયાના ખર્ચે પાલિકાનું નવું બિલ્ડીંગ બન્યું છે. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની સરકારમાં રજૂઆત બાદ પાલિકાને મળ્યું હતું નવું બિલ્ડીંગ. સત્તાધારી પાર્ટીનું નગરપાલિકામાં બોડૅ હોવા છતાં ધારાસભ્યની બાદબાકી આમંત્રણ પત્રિકામાં ઘણું બધું કહી જાય છે? પરંતુ ધારાસભ્ય અને સાંસદનું નામ તક્તીમાં લખેલું છે.


ડભોઇ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પોતાના મત વિસ્તારમાં વિકાસ પુરુષ તરીકે નામના મેળવી ચૂક્યા છે ત્યારે આશરે 100 વર્ષ જૂનુ ડભોઇ નગરપાલિકા બિલ્ડીંગ હોવાથી જાગૃત અને વિકાસશીલ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા નવીન નગરપાલિકા બિલ્ડીંગ બને તે માટે સરકારમાં રજૂઆતો કરતા સરકાર દ્વારા પાંચ કરોડ ઉપર ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી ત્યારબાદ નવીન નગરપાલિકા બિલ્ડીંગ શિનોર ચોકડી  મોહન પાર્ક સોસાયટી પાસે બનીને તૈયાર થતાં આ નગરપાલિકાના લોકાર્પણ કાર્યક્રમ તારીખ 25 જાન્યુઆરી 2025 ના રોજ નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવ્યું હતું જેમાં આમંત્રણ પત્રિકા છપાવવામાં આવી હતી આમંત્રણ પત્રિકામાં માત્ર પ્રમુખ અને ચીફ ઓફિસરનું નામ હોવાથી લોકાર્પણ કોના હસ્તક કરવામાં આવશે અંગેની શહેરમાં ઠેર ઠેર ચર્ચાઓ ચાલી રહી છે  કોના કહેવાથી અને કયા કારણસર ધારાસભ્ય નું નામ આમ આમંત્રણ પત્રિકા માંથી બાદબાકી થયુ પરંતુ લોકાર્પણ તકતીમાં ધારાસભ્ય  તેમજ સાંસદનું નામ લખેલું છે.

Reporter: admin

Related Post