આણંદ : ગુજરાતની પ્રજાને મોંઘવારીના માર વચ્ચે વધુ એક ફટકો પડ્યો છે. અમૂલે દૂધના ભાવમાં વધારો છે, ત્યારે પ્રતિ લિટરે 2 રૂપિયા અને 500 મિલીલિટરમાં 1 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અમૂલ દ્વારા કરવામાં આવેલો દૂધના ભાવનો વધારો ગુરુવાર (1 મે, 2025) થી લાગુ થશે.
અમૂલે જાહેર કરેલી સૂચના મુજબ, આણંદ તથા ખેડા જિલ્લામાં 1 મે, 2025ની સવારથી દૂધના ભાવનો વધારો અમલમાં આવશે. છે.
જેમાં અમૂલ સ્ટાન્ડર્ડ દૂધ, અમૂલ બફેલો દૂધ, ગોલ્ડ દૂધ, અમૂલ ટી સ્પેશિયલ, તાઝા સહિતની અમૂલના દૂધની પ્રોડક્ટમાં લિટર દિઠ 2 રૂપિયા અને 500 મિ.લિ. દિઠ 1 રૂપિયાનો ભાવનો વધારો કરવામાં આવ્યો
Reporter: admin