વડોદરા મહાનગરપાલિકાની મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. ગુરુવારે સભાખંડમાં મળેલી બેઠકમાં નિર્ભયતા શાખાનું કામ એજન્ડા ઉપર લેવામાં આવ્યું હતું જેને મંજુર કરવામાં આવ્યું છે.
હાલમાં આદર્શ આચાર સંહિતાનો અમલ ચાલી રહ્યો છે દરમિયાન વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક ગુરુવારના રોજ મળી હતી જેમાં નિર્ભયતા શાખાનું એક કામ એજન્ડા ઉપર મુકવામાં આવ્યું હતું. એજન્ડા ઉપર મુકાયેલા કામમાં વહીવટી વોર્ડ 6 માં વારસિયા વિસ્તારમાં એક દરવાજો જર્જરિત હાલતમાં હતો જેને હટાવવા માટે ડિઝાસ્ટર વિભાગ દ્વારા ભલામણ આવી હતી. આ કામ રૂ. દોઢ લાખના અંદાજિત ખર્ચનું હતું. જે મંજુર કરવામાં આવ્યું છે. આદર્શ આચાર સંહિતાના અમલ વચ્ચે પણ આ ઇમર્જન્સી કામ હોવાથી તેને મંજૂરી આપવામાં આવી છે.
Reporter: News Plus