મુંબઈ: ખાડી યુદ્ધને કારણે ગુરુવારે શેરબજાર માં ભારે ઉથલપાથલ જોવા મળી હતી, ગઈ કાલે ધબડકા બાદ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે પણ બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું.
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ આજે 253 પોઈન્ટ ઘટીને 82,244 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના 30 શેરમાંથી 18 શેર રેડ સિગ્નલ પર ટ્રેડ થઇ રહ્યા હતા અને 12 શેર ગ્રીન સિગ્નલ પર ટ્રેડ થઈ રહ્યા હતા.નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી શરૂઆતના કારોબારમાં 0.27 ટકા અથવા 68.20 પોઈન્ટ ઘટાડા સાથે 25,181 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ગુરુવારે છેલ્લા સેશનમાં BSE સેન્સેક્સ 1769.19 પોઈન્ટના ઘટાડા સાથે 82,497.10 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી-ફિફ્ટી 546.80 પોઈન્ટ ઘટીને 25,250.10 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
Reporter: admin