મુંબઈ : મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને જોરદાર સમર્થન મળ્યું છે. ભાજપ અને સહયોગીઓએ મહાઅઘાડી ગઠબંધનના સૂપડાં સાફ કરી દીધા છે.
મહારાષ્ટ્ર ચૂંટણીમાં ઘણી બેઠકો પર ચોંકાવનારા પરિણામ મળ્યા છે. અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં સેલિબ્રિટી એજાઝ ખાન છે. એજાઝ ખાન પણ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પોતાની કિસ્મત અજમાવવા ઉતર્યો હતો. એજાઝ મોટા-મોટા દાવા કર્યાં હતા.એજાઝ ખાને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુંબઈની વર્સોવા બેઠકથી ચૂંટણી લડી હતી. એજાઝ ખાનને ચંદ્રશેખરની પાર્ટી આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) થી ચૂંટણી માટે ટિકિટ મળી હતી. જે બાદ એજાઝ માટે પોતે ચંદ્રશેખરે પણ મુંબઈ પહોંચીને પ્રચાર કર્યો હતો.
આજે સવારથી જ પરિણામ આવવાના શરૂ થયા તો એજાઝ ખાનની સ્થિતિનો ખુલાસો થયો હતો. 10 રાઉન્ડની ગણતરી સુધી એજાઝને 70ની આસપાસ જ વોટ્સ મળ્યા હતા જ્યારે ખાસ વાત એ છે કે એજાઝે દાવો કર્યો કે મારા ફેમિલી મેમ્બર્સ જ આનાથી વધુ છે. જોકે હવે તેના વોટની સંખ્યા 100ને પાર થઈ ગઈ છે.એક યુઝરે લખ્યું, 'આખરે તે કયા લોકો છે જેમણે એજાઝને વોટ આપ્યા છે. તેની પર રિસર્ચ થવું જોઈએ.' એક અન્ય યુઝરે લખ્યું 'એજાઝ, રીલ લાઈફ રિયલ હોતી નથી. 56 લાખ ઈન્સ્ટાગ્રામ ફોલોઅર વાળા માણસને 100થી પણ ઓછા વોટ મળ્યા છે.' એજાઝ ખાનને 18 રાઉન્ડની ગણતરી બાદ પણ માત્ર 146 વોટ જ મળ્યા છે.
Reporter: admin