અમદાવાદ : કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ત્રણેય ગુજરાતીઓનાં મૃતદેહો ગઈ મોડીરાતે અમદાવાદ એરપોર્ટ લવાયા હતા. ત્યાંથી ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ તેમના વતન લઈ જવાયાને શૈલેષ કળથિયાનો મૃતદેહ સુરત લઈ જવાયો હતો.આજે ત્રણેયના અંતિમ સંસ્કાર કરાશે.
કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનારના પરિવારને રાજ્ય સરકારે 5 લાખની સહાયની અને ઇજાગ્રસ્ત પ્રવાસીઓને રૂપિયા 50,000ની સહાયની જાહેરાત કરી છે.કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાનો અમદાવાદમાં વિરોધ કરાયો. પાલડી ચાર રસ્તા પાસે આતંકવાદીનું પૂતળું બાળી બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો.
તો સાથે જ રાજકોટમાં પણ આ ઘટનાનો વિરોધ કરી આતંકવાદીઓના પૂતળાનું દહન કરાયું.કાશ્મીર હુમલા બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ. સોમનાથ-દ્વારકાની સુરક્ષા વધારાઈ, અંબાજી મંદિરમાં સ્નાઇપર સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. કોમી હિંસા ભડકે નહીં તે માટે પોલીસ અને એજન્સીઓએ તૈયારીઓ શરૂ કરી.
Reporter: admin