નવી દિલ્હી: આવકવેરા વિભાગે રિટર્ન દાખલ કરનારાઓને જણાવ્યું છે કે આવકવેરા રિટર્નમાં ખર્ચાઓના ખોટા દાવા ન કરે અને પોતાની આવકને ઘટાડીને ન દર્શૈાવે.
વિભાગે જણાવ્યું છે કે ખર્ચ વધારે દર્શાવી નકલી દાવો કરવો દંડનીય અપરાધ છે અને આનાથી રિફંડ જારી કરવામાં વિલંબ થાય છે.તમામ કરદાતાઓ માટે આકારણી વર્ષ ૨૦૨૪-૨૫ માટે આઇટીઆર દાખલ કરવાની અંતિમ તારીખ ૩૧ જુલાઇ છે, ત્યારબાદ ખાતાઓનું ઓડિટ કરવામાં આવશે નહીં.આવકવેરા વિભાગ અને વહીવટી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)ના જણાવ્યા અનુસાર ૨૬ જુલાઇ સુધીમાં પાંચ કરોડથી વધારે ઇન્કમ ટેક્સ રિટર્ન (આઇટીઆર) દાખલ કરવામાં આવ્યા છે.
આવકવેરા વિભાગે કરદાતાઓને જણાવ્યું છે કે સમયસર રિફંડ મેળવવા માટે તેમનું આવકવેરા રિટર્ન યોગ્ય રીતે ભરાવવું જરુરી છે.વિભાગે જણાવ્યું છે કે રિફંડના દાવાઓની ચુકવણી તપાસને આધીન હોય છે. જેના કારણે યોગ્ય રિફંડ ભરવામાં આવ્યું ન હોય તો રિફંડની ચુકવણીમાં વિલંબ થાય છે. આઇટીઆર યોગ્ય રીતે ભરેલ હોય તો રિફંડની ચુકવણી ઝડપી બને છે. કરદાતાએ કરેલા દાવાઓમાં કોઇ પણ પ્રકારની વિસંગતતા જોવા મળે તો કરદાતાને સંશોધિત રિટર્ન દાખલ કરવાનું જણાવવામાં આવે છે.
Reporter: admin