News Portal...

Breaking News :

ડભોઈના પૂડા ગામે સિક્યુરીટી ગાર્ડ યુવાનની હત્યામાં હત્યારા મિત્રો ઝડપાયા

2025-02-22 15:18:01
ડભોઈના પૂડા ગામે સિક્યુરીટી ગાર્ડ યુવાનની હત્યામાં હત્યારા મિત્રો ઝડપાયા


વડોદરા : ડભોઈના પૂડા ગામે સિક્યુરીટી ગાર્ડ યુવાનની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હત્યારા ફરાર થઈ જવાની ઘટના સામે આવી હતી જેની તલસ્પર્શી તપાસ આદરી ડભોઇ પોલીસે ગણતરીના કલાકોમાં જ બે હત્યારા મિત્રોની ધરપકડ કરી કસ્ટડી ભેગા કર્યા છે.હસમુખ ચૌધરીના મૃત્યુ થી પત્ની સુરેખાબેન અને બે દીકરીઓ નોંધારા થયા



ડભોઈ તાલુકાના પૂડા ગામની સીમમાં ખેતરમાં જવાના રસ્તા ઉપર ગતરોજ એક યુવકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ ડભોઈ પોલીસને થતા તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ડોગ સ્કોગ, એફએસએલ, એલસીબી સહિતની પોલીસની વિવિધ અલગ અલગ ટીમો ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને હત્યા કોણે કરી છે તે દિશામાં પોલીસે તપાસ કરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ડભોઈના પૂડા ગામની સીમમાં ખેતરમાં જવાના રસ્તા ઉપર યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડી લોહી લુહાણ કરી હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. 


આ ઘટના ડભોઈ તાલુકાના અંબાવથી પૂળા જવાના માર્ગ ઉપર ખેતર નજીક મૃતદેહ ખુલ્લામાં મળી આવ્યો છે. યુવકનું નામ હસમુખ ભવાનભાઈ ચૌહાણ (૪૩) હોવાનું  અને તે પૂડા ગામનો રહીશ હોવાનું  જાણવા મળ્યું હતું.આ યુવક સિક્યુરિટીમાં નોકરી કરતો હતો અને રાત્રે માતાજીના માંડવામાંથી પરત ફરતા ઘટના બની હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી સમગ્ર ઘટનાને લઈ ડભોઈ પોલીસ સહિત ડી વાય એસ પી આકાશ પટેલ, ડોગ સ્કવોડ અને એફએસએલ ટીમ ઘટના સ્થળે પોહચી વધુ તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો બનાવમાં યુવકની હત્યા ક્યા હથિયાર અને શા માટે થઈ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી આ હત્યા કરનાર આરોપી કોણ છે તે દિશામાં તપાસ નો દોર લંબાવી  મૃતદેહનો કબ્જો લઈ પીએમ અર્થે ખસેડ્યો હતો.

Reporter:

Related Post