જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન સમાજના સાધુ સાધ્વી ભગવાન ને વિહારમાં તકલીફ ન પડે તે માટે વિહાર સેવા ગ્રુપ બનાવવામાં આવેલ છે જેમાં તેઓ સક્રિય રીતે અવારનવાર સાધુ સાધુઓ ભગવાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાના કામમાં જોડાયેલા હતા.

આમ વડોદરા વિહાર સેવક ગ્રુપનું ગૌરવ જતિનભાઈ પંજાબી હતા. અને એમાં ગુરુ ભગવાનનો સંગ એવો લાગી ગયો અને પરમાત્મા તરફનો લગાવ વધી જવાથી તેમને દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. અલકાપુરી જૈન સંઘમાં કાર્યરત ડોક્ટર અભિષેક શાહના મિત્ર હતા જતીનભાઈ પંજાબી. ડોક્ટર અભિષેકે જણાવ્યું કે જતીન ભાઈ પોતે આર્કિટેક હતા અને બિલ્ડીંગ ડિઝાઇન વગેરે સ્વતંત્ર વ્યવસાય કરતા હતા તેમના પિતા મહેશભાઈ બે વર્ષ પહેલાં જ સ્વર્ગવાસી થયા હાલમાં તેમની માતા શ્રીનગર સોસાયટીમાં રહે છે અને તેમની સગી બે બહેનો પરણીત જ છે.

અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈએ જણાવ્યું હતું કે શરુઆતમાં પ.પૂ.આ.રત્નસુંદરસૂરી મ. સાહેબના વ્યાખ્યાનમાં જતિનભાઈ આવતા...અને પછી ધીમે ધીમે જૈન ધર્મ ગમવા માંડ્યો.. ધીમે ધીમે વિહાર સેવામાં જોડાયા…સતત ૭/ ૮ વર્ષથી વિહાર સેવા કરી…અને આવી પરિવર્તનની ઘડી..જતીનભાઈએ ધર્મ જ્ઞાન લીધું..પાંચ પ્રતિક્રમણ.. જીવિચાર અને બીજો અભ્યાસ કર્યો..કંદમૂળ.. નોન વેજનો સંપૂર્ણ ત્યાગ કર્યો…અને વીરતી તરફ લગની લાગી…..લગભગ ૨ વર્ષ પછી સંઘમાં શાસન સમ્રાટ નેમીસુરી સમુદાયના પ.પૂ ઉપાધ્યાય પુંડરીક વિજયજી મ.સાહેબનું ચાતુર્માસ થયું અને ગુરુદેવ સંગ એમની લગની બંધાઈ.. નિત્ય ચોવિહાર.. પ્રતિક્રમણ.. ખુબજ ભાવથી ધર્મ ક્રિયામાં આગળ વધ્યા..પર્યુષણમાં પૌષધ કર્યા..પિતાના અવસાન પછી ઘર પરિવારની જવાબદારી વધી ગઈ પણ મન તો જૈન ધર્મમાં પોરવાયું હતું… સંસાર અસાર લાગવા માંડ્યો હતો.. ગુરુદેવ સમક્ષ દીક્ષાની વાત કરી જતીનભાઈ સિંધી એટલે એમના ઘરે જૈન ધર્મ વિશે સમજ નહોતી.પણ સમાજના અગ્રણીઓ તથા ગુરુ મહારાજની વાત પરીવારને ગમી.. પરીવારે એમ ના સિંધી ધર્મગુરુ ને આ વાત કરી ત્યારે તેમને પણ દીકરો સાચા રસ્તે જઈ રહ્યો છે એમ જણાવતાં પરીવારે દીક્ષાની મંજુરી આપી.વડોદરા અલકાપુરી જૈન સંઘમાંથી પણ બે બસો અને 35 40 ખાનગી વાહનો સાથે ભાવિક ભક્તો જતીનભાઈની દીક્ષા માટે શંખેશ્વર તીર્થ ખાતે ગયેલા અને ત્યાં ગઈ કાલે નુતન યાત્રિક ભવન ધર્મશાળા ખાતે આચાર્ય યશોવર્મા સુરીશ્વરજી મહારાજ શાસન સમ્રાટ ઉપાધ્યાય પુનરીક વિજયજીના શિષ્ય પદ્મના વિજયજી ના તેઓ શિષ્ય બન્યા અને તેમનું નવું નામ પાશ્વ પદ્મવિજય પાળવામાં આવ્યું છે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું





Reporter: admin