તેલઅવિવ: ઈઝરાયલની સેનાએ લેબનોનની અંદર 48 કિલોમીટર ઘૂસીને હિજબુલ્લાહના નિયંત્રણમાંથી કેટલાક ગ્રામીણ વિસ્તારો છોડાવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈઝરાયલી સેનાને દૂરથી જોઈને હિજબુલ્લાહના લડવૈયા વિસ્તાર છોડીને ભાગ્યા હતા. ઈઝરાયલી સેનાએ દક્ષિણી લેબનોનના વિસ્તારમાં પોતાનો પ્રભાવ મજબૂત બનાવ્યો છે. જો કે ઈઝરાયલે હિજબુલ્લાહ સામેની કાર્યવાહીમાં 8 જવાનો ગુમાવ્યા છે. ઈઝરાયલી સેનાએ લેબનોનમાં જમીનમાર્ગે 50 વર્ષમાં ચોથીવાર પ્રવેશ કર્યો હતો. છેલ્લે વર્ષ 2006માં 34 દિવસ ચાલેલા યુદ્ધમાં ઈઝરાયલે લેબનોનમાં પ્રવેશીને કાર્યવાહી કરી હતી. જો કે ઈઝરાયલે 34 દિવસની લડાઈને એક સિમિત ઑપરેશન ગણાવ્યું હતું.
એવી જ રીતે વર્તમાન સમયમાં લેબનોનમાં ઈઝરાયલી સૈન્યના પ્રવેશને પણ સિમિત કાર્યવાહી જ ગણાવી છે જેમાં વાયુસેનાની પણ મદદ લેવામાં આવી રહી છે.ફાઇટર પ્લેન બોંબમારો અને મિસાઇલમારો ચલાવીને સૈન્યને બેક અપ પૂરો પાડે છે. ઈઝરાયલ એવી સ્પષ્ટતા કરી હતી કે લેબનોન પર કબ્જો કરવાનો તેનો કોઈ જ ઇરાદો નથી, જો કે તેની અન્ય રણનીતિ શું છે તે અંગે પણ કોઈ ખુલાસો કર્યો ન હતો. પ્રાપ્ત માહિતી અનુસાર 1 ઑકટોબરે ઈઝરાયલી સેનાએ દક્ષિણી લેબનોનના 24 જેટલા ગામોને હિજબુલ્લાહ નિયંત્રણથી મુકત કરાવ્યા છે. જો કે લેબનોનના હિજબુલ્લાહ પ્રવકતા મોહમ્મદ અફીફે ઈઝરાયેલી સેનાના દાવાને ફગાવી દીધો છે.
Reporter: admin