News Portal...

Breaking News :

ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટની સાથે, ભોગ બનનાર અમરસિંહ ઠાકોર તથા રાવને પણ સસ્પેન્ડ

2024-10-01 17:11:04
ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટની સાથે, ભોગ બનનાર અમરસિંહ ઠાકોર તથા રાવને પણ સસ્પેન્ડ


ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટની સાથે, ભોગ બનનાર અમરસિંહ ઠાકોર તથા રાવને પણ સસ્પેન્ડ કરીને તપાસ કરનાર અમલદારે,ડે.મ્યુ.કમિશ્નર અને મ્યુ.કમિશ્નરે, કાયદાને/માનવતાને/હ્યુમન રાઇટ્સને નેવે મુકીને ખોટો નિર્ણય લીધો છે. 


ભવિષ્યમાં એકબીજા સાથે સેટલમેન્ટ કરી-કરાવી શકાય તેવો તખ્તો અત્યારથી ગોઠવાયો છે.ઢોર માર ખાનાર સૈનિકે શું ગુનો કર્યો ? ઉચ્ચ અધિકારીની થપ્પડ પણ ખાવાની અને નોકરી પણ ગુમાવવાની, તે કેવો ન્યાય ? ઉચ્ચ કક્ષાએ બેસેલા અધિકારીને, તાબાનાં અધિકારીને ઓફિસમાં અને પીકઅપ વાનમાં ગોંધી રાખીને ઢોર માર મારવાની વિશેષ સત્તા કોણે આપી ? આખું વડોદરા જ્યારે પૂરનાં દહેશત નીચે જીવતું હોય ત્યારે પાર્થ, અમરસિંહને ઢોર માર મારીને વિકૃત માનસિકતા જાહેર કરતા હતા 

Reporter: admin

Related Post