દિનપ્રતિદિન અવાર નવાર અકસ્માતની દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. એવામાં આજરોજ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની ઘટના ઘટી છે. વડોદરાથી અમદાવાદ જતી કારનો નડિયાદ નજીક અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે ધસી આવેલ કાર ટ્રેલરની પાછળ કાર ઘૂસતા ધડાકાભેર અવાજ સાથે કમકમાટી ભર્યા દ્ર્શ્યો સર્જાયા.
અકસ્માતને પગલે એક્સ્પ્રેસ હાઇવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. કાર ચાલક અને અન્ય વ્યક્તિઓ વિશે હાલ જાણી શકાયું નથી. પરંતુ અકસ્માતમાં 10 લોકોના મૃત્યુ ના સમાચાર સાંપડી રહ્યા છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો અને 108 એમબ્યુલન્સ સેવાની મદદ વડે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની માહિતી મળતાં જિલ્લા કલેકટર અને એસપી ઘટના સ્થળ પહોંચ્યા છે.
વડોદરા થી અમદાવાદ CTM વચ્ચે ગેર કાયદેસર રીતે ચાલતી એરટીગા ગાડીઓ, વધુ પેસેન્જર બેસાડે છે. તેમાં અમિતનગર સર્કલ આગળ વગર રોક ટોક કે કાયદા ને નેવે મૂકી પેસેન્જર બેસાડી અમદાવાદ તરફ ગાડીઓ જાય છે. જેમાં ગાડી ની કેપેસીટી કરતાં વધુ પેસેન્જર બેસાડવામાં આવે છે.આ ઘટનામાં ૧૦ લોકોના મોત થયાં,તો અરટીઓ ગાડીમાં આટલા બધા માણસો બેસે છે વગર રોક ટોક તો કોઈ ધ્યાન આપતું નથી.ઉપરાંત, બન્ને શહેરમાં બંને બાજુ પોલીસ પણ હોય છે, બીજી ગાડીઓ ચેક કરવામાં આવે છે તો આવી રોજ ફરતી ઓવર લોડ પેસેન્જર વારી ગાડીઓ ક્યાંથી થઈને એક્સપ્રેસ વે પર ઘૂસે છે!!? વડોદરા શહેરના નવનિયત પોલીસ કમિશનર અને આરટીઓ એ આ બાબત ને ગંભીરતાથી લેવાની જરૂર છે. જ્યારે કોઈ ઘટના બને ત્યારે ગણતરીના દિવસો પૂરતો ત્યાં ગળી વાહનો હટી જાય છે ત્યારબાદ જેસે થે ની પરિસ્થિતિ સર્જાય છે. જેથી નવનીત પોલીસ કમિશનરે આ બાબતે ઘટતું કરવું જોઈએ.
જો કાળજી લેવામાં આવતી હોય,અને કાયદાનું પાલન ચુસ્ત રીતે કરાવવામાં આવતું હોય તો આવી ઘટનાઓ ઘટી શકે.
Reporter: News Plus