News Portal...

Breaking News :

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા પાસે આવેલ ધનેશ્વર ગામ માં જૈન દેરાસર માં મહાવીર સ્વામી ની મૂર્તિ ખંડિત

2025-03-11 20:21:09
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા પાસે આવેલ ધનેશ્વર ગામ માં જૈન દેરાસર માં મહાવીર સ્વામી ની મૂર્તિ ખંડિત




ઘોઘંબા તાલુકામાં સાત કીલોમીટર દુર આવેલ ધનેશ્વર ગામ માં વિજય ઈન્દ્ર જગત વિદ્યાલય નામની સ્કુલ ચાલે છે તેના પટાંગણમાં જૈનો ના ચોવીસ માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી નું સુંદર નાનું જિનાલય આવેલું છે જેમાં ગઈ કાલે કેટલાક અજાણ્યા ઈસમોએ દેરાસર ના મિજાગરા નકુચા તોડી અંદર બિરાજમાન ભગવાન મહાવીર સ્વામી ની મૂર્તિ ને ખંડિત કરવામાં આવી છે પલાંઠી અને હાથ તોડી નાખવામાં આવ્યા છે ગભારા બહાર ગૌતમ સ્વામી ના પલાંઠી સિવાય નો સંપુર્ણ ભાગ તોડી પડાયો છે અને વલ્લભસુરી મહારાજ ની મુર્તિ મુર્તિ નું માથું તોડી પડાયું છે જેથી લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યાંનો પરમાર ક્ષત્રિય જૈન સમાજ રોષે ભરાયો છે. 



ઘટનાની જાણ થતાં સ્કૂલ ના બબલુ ભાઈ, તથા પ્રિન્સિપાલ મહેન્દ્ર ભાઈ ,પાવાગઢ તીર્થ ના ભરતભાઈ જૈન સુખદેવ વ્યાસ સહિત ના અગ્રણી ઓ ઘોઘંબાના રાયગઢ પોલિસ ઇન્સ્પેક્ટર પી આઈ મેડમ બુટીયાજી ને રજુઆત કરતા મામલાની ગંભીરતા જોતા પુલિસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે અને શકમંદો તથા સીસીટીવી ના ફુટેજ ના આધારે આ ઘટના ને અંજામ આપનાર તત્વો ઉપર ગાળીયો કરવામાં આવી રહ્યો છે.



દરમિયાનમાં જાણિતા જૈન અગ્રણી તથા પાવાગઢ તીર્થ ના મંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે અમોને તાત્કાલિક ઘટના ની ગંભીરતા જોતા હિન્દુ નેતા અને ધારાશાસ્ત્રી નિરજ જૈને પણ પોલિસ ઝડપી આરોપીઓને પકડી પાડે તે માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ધટના સંદર્ભે આખા ભારત માં તુટેલી મુર્તિ ના ફોટા ઓ અને વિડિયો વાયરલ થતાં જૈન સમાજ માં ભારે રોષ ની લાગણી પ્રવર્તી રહી છે.આ  સંદર્ભે રાજ્ય ના ગ્રુહ મંત્રી હર્ષભાઈ સંઘવી ને પણ રજુઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે

Reporter: admin

Related Post