વડોદરા, તા. ૨૩ જૂન ૨૦૨૫ – ઓલ ઈન્ડિયા એન્ટી ટેરરિઝમ ફ્રન્ટ (AIATF)ના ચેરમેન તથા પ્રખર રાષ્ટ્રીયતાવાદી, ભૂતપૂર્વ પોલીસ અધિકારી અને દેશભક્તિ માટે ઓળખાતા બિટ્ટા સિંહજીએ આજે વડોદરાના વ્રજધામ સંકુલ ખાતે પ.પૂ. વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયની પાવન મુલાકાત લીધી.

આ અવસરે બિટ્ટા સિંહજીએ વૈષ્ણવાચાર્યના રાષ્ટ્રહિત અને માનવસેવા માટેના પ્રયાસો તથા તેમની યુવા પેઢી માટેની જાગૃતિ અભિયાનની ખૂબ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે:“હું વિશ્વભરમાં અનેક સંગઠનો સાથે સંકળાયેલો છું, પણ વ્રજધામ સંકુલ અને VYO દ્વારા જે ‘Hunger Free World’, ‘Stress Free World’, ‘Love for Gau’ અને ‘Rashtra Seva’ જેવા કાર્યક્રમો થઈ રહ્યાં છે તે ખરેખર રાષ્ટ્રીય પાત્રતા ધરાવે છે.”

આ મુલાકાત દરમ્યાન બંને મહાનુભાવો વચ્ચે રાષ્ટ્રસેવા, આતંકવાદ વિરોધી જાગૃતિ, યુવાનોમાં દેશભક્તિનો સંસ્કાર, અને આધ્યાત્મિકતાના માધ્યમથી સંયમપૂર્ણ સમાજ નિર્માણ જેવા વિષયોમાં સુદિર્ઘ ચર્ચા થઈ.પ.પૂ. વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયએ તેમના આશીર્વચન સ્વરૂપે જણાવ્યું: બિટ્ટા સિંહજી જેવો દેશપ્રેમી અને રાષ્ટ્રીય સુરક્ષાને આદર્શરૂપે જીવનમાં ઉતારનાર મહાનુભાવ સાથે મુલાકાત થતાં આનંદ થયો. તેઓનું જીવન યુવાનો માટે દિશા દર્શક છે.”આ મુલાકાતે રાષ્ટ્રીય આત્મબળ અને આધ્યાત્મિક સેવા વચ્ચે એક નવી સેતુબંધની શરૂઆત કરી છે. વડોદરાના સંસ્કારમય વાતાવરણમાં આ પ્રસંગે વિશિષ્ટ ભાવનાત્મક ઉર્જા પ્રસરી.
Reporter:







