વડોદરા પાલિકા ની ખોરાક શાખા દ્વારા રાત્રી બજાર કારેલીબાગ માં આવેલા ફૂડ ઝોનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
સરકારના પરિપત્ર લઈને પાલિકાની ખોરાક શાખા એક્શનમાં આવી છે. જે પણ બજારમાં ખોરાક બનાવે છે તે કયા તેલમાં બનાવે છે તે બાળકોને ખબર પડે જે પ્રમાણે લખવાનું હોય છે. જેને લઈને આજે કારેલીબાગ ખાતે આવેલ રાત્રી બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
મહાનગરપાલિકાની ખોરાકશાખા રાત્રી બજાર કારેલીબાગ માં આવેલા ફૂડ ઝોનમાં વિવિધ ખાદ્ય સ્ટોર ઉપર આકસ્મિક ચેકિંગ કરી તેલ બટર અને ખાવાની સાધન સામગ્રી ની તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ખોરાકશાખા અધિકારી જણાવ્યું કે દરેક સ્ટોલ વિતરકે ખાદ્ય પદાર્થ માં કયા પ્રકારનું બટર કે તેલ નો ઉપયોગ કરો છો તેની વિગત ગ્રાહકને આપવાની રહેશે, ખોરાક શાખા દ્વારા ખાદ્ય પદાર્થો ના નમુના પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. જે ગ્રાહકો પાસે ફૂટ નું લાઇસન્સ નથી તેની બંધ કરાવવામાં આવી છે.
Reporter: News Plus