જૈન સાધુ સાધ્વીજી ભગવંતો ને ચાતુર્માસ દરમિયાન એક જગ્યાએ સ્થિર થઈ સાધના કરવાની સમાચારી ભગવાન મહાવીર સ્વામીએ બતાવી છે.

જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે વડોદરા ના સૌથી મોટા એવા અલકાપુરી જૈન સંઘ માં ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહના નિવાસસ્થાને થી ગુરુવંદન તથા માંગલિક ફરમાવી બેન્ડ બાજા સાથે મહારાજ સાહેબ નું સામૈયું આજે વડોદરા ના રાજમાર્ગો ઉપર નીકળ્યો હતો. સંઘ ના પ્રમુખ CA હિંમતભાઈ શાહે જણાવ્યું કે આજે શરુઆત માં શાશન ધ્વજ તથા બગી માં હસમુખા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન નો મોટો ફોટો લોકોના દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો.. મારગ માં લાઈવ રંગોળી ઓથી રાજમાર્ગો ને સુશોભિત કરવામાં આવ્યા હતા. તથા સંઘ ની બહેનોએ મંગલ બેડા તથા અષ્ટ મંગલ લઈ ને જોડાયા હતા. જેને જોવા માટે લોકોએ ભારે પડાપડી કરી હતી.

વધુમાં સંઘના ટ્રસ્ટી દિલેશ મહેતાએ જણાવ્યું કે આજે ગુજરાત ના ૨૦ જેટલા જુદા જુદા સ્થાનો ઉપર થી જૈન અગ્રણીઓ આચાર્ય મનમોહનસુરીજી, વિદ્વાન મુનિરાજ ધુરંધર વિજયજી, આચાર્ય હેમ પ્રભસુરીશ્વરજી તથા સાધ્વીજી ભગવંતો નો ચાતુર્માસ પ્રવેશ થયો હતો. આજના ચાતુર્માસ પ્રવેશ માં સુભાનપુરા જૈન સંઘ માં ૭ મી જુલાઇ ના રોજ પ્રવેશ કરનાર બાપજી મહારાજ સમુદાયના આચાર્ય નરરત્ન સુરીશ્વરજી મહારાજ પણ વિશેષ જોડાયા હતા. દરમિયાનમાં સંઘ ના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે આ વર્ષે સંઘ માં બે ટાઈમ વ્યાખ્યાન થશે જેમાં પહેલું વ્યાખ્યાન ૬.૩૦ થી ૭.૩૦ મુનિરાજ ધુરંધર વિજયજી આપશે અને બીજુ વ્યાખ્યાન ૯ થી ૧૦ રાખવામાં આવશે. જૈન સંઘ ની પરંપરા મુજબ સાધુ સાધ્વીજી ભગવંતો ને કામળી વોહરાવી હતી તથા ગુરુ પુજન નો લાભ સરલાબેન બિપિનચંદ્ર શાહ પરિવાર લીધો હતો એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.





Reporter: admin







