નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સરકાર જુલાઈના બીજા પખવાડિયામાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે સંપૂર્ણ બજેટ રજૂ કરશે.લોકસભા ચૂંટણીના કારણે સામાન્ય બજેટ રજૂ થયું ના હતું.
સૂત્રોએ જણાવ્યું કે આગામી સપ્તાહે વિવિધ મંત્રાલયો અને પક્ષો સાથે બજેટ માટે પરામર્શનું કામ શરૂ થઈ શકે છે. ૨૦૨૩-૨૪ની આર્થિક સમીક્ષા બજેટ પહેલા રજૂ કરવામાં આવશે.સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે ૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર ૨૪ જૂનથી શરૂ થશે અને ૩ જુલાઈ સુધી ચાલશે. જેમાં નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવવામાં આવશે અને લોકસભાના અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે. આ પછી રાષ્ટ્રપતિ લોકસભા અને રાજયસભાના સંયુક્ત સત્રને સંબોધિત કરશે અને તેના પર ચર્ચા થશે.તેમણે લખ્યું કે, ‘રાજ્યસભાનું ૨૬૪મું સત્ર ૨૭ જૂનથી શરૂ થશે અને ૩ જુલાઈ સુધી ચાલશે. . સરકારે ૨૦૨૫-૨૬ સુધીમાં રાજકોષીય ખાધને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના ૪.૫ ટકાથી નીચે લાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં તે જીડીપીના ૫.૧ ટકા જેટલું રહેવાનો અંદાજ છે.
બજેટમાં એ પણ જાણવામાં આવશે કે ભારતીય રિઝર્વ બેંક પાસેથી મળેલા ૨.૧૧ લાખ કરોડ રૂપિયાના જંગી ડિવિડન્ડનો સરકાર કેવી રીતે ઉપયોગ કરશે. આ સાથે સરકારને નાણાકીય મોરચે રાહત મળવાની આશા છે અને તેને ખર્ચના સંચાલનમાં પણ વધુ સગવડ મળશે.ખાનગી રેટિંગ્સે કહ્યું છે કે જો સરકારની નીતિઓ સુસંગત રહેશે તો તે આગામી બે વર્ષમાં ભારતનું રેટિંગ અપગ્રેડ કરી શકે છે. પરંતુ આ માટે જરૂરી છે કે સરકાર આર્થિક સુધારામાં વધારો કરે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધુ રોકાણ કરે અને તેની નીતિઓ રાજકોષીય અને નાણાકીય મોરચે સાવચેત રહે.
Reporter: News Plus