News Portal...

Breaking News :

લકડી પુલ ખાતે ગાયકવાડ જમાનાની વરસાદી કાસને સાફ સફાઈ કરવામાં આવતી નથી: બાળુ સુર્વે

2025-05-23 13:55:05
લકડી પુલ ખાતે ગાયકવાડ જમાનાની વરસાદી કાસને સાફ સફાઈ કરવામાં આવતી નથી: બાળુ સુર્વે


વડોદરા : લકડી પુલ પાસે આવેલ વરસાદી કાસની સફાઈ માટે વારંવાર રજૂઆત કરવા છતાં કાસની સફાઈ યોગ્ય રીતે કરવામાં આવતી નથી. તેવો વોર્ડ નંબર 13 કોંગ્રેસના નગરસેવક બાળુ સુર્વેનો આક્ષેપ છે.



વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ લકડી પુલ ખાતે ગાયકવાડ જમાના ની વરસાદી કાસ ને સાફ સફાઈ માટે રજૂઆત કરવા છતાં યોગ્ય રીતે સફાઈ કરવામાં આવતી નથી. જયારે સુરસાગર તળાવ વરસાદની ઋતુમાં ઓવરફ્લો થાય છે ત્યારે સુરસાગર નું પાણી કાંસના માધ્યમથી વિશ્વામિત્રી નદીમાં વહેતું હોય છે પરંતુ પાલિકાના અધિકારીઓ દ્વારા આ કાંસમાં ગટરની લાઈન નું જોડાણ કરી દેવામાં આવ્યું જેને લઈને આ કાંસમાં ગંદકી નુ સામ્રાજ્ય જોવા મળી રહ્યું હતું સાથે મચ્છરોનો ઉપદ્વવ ના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.  


સાથે કેટલાક ઘરોના સભ્યો બીમારીમાં સપડાયા છે વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના નગરસેવક બાળુ સુર્વે દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરે છે. આ કાંસની સફાઈ માટે કર્મચારીઓ માત્ર દેખાવો કરતા હોય તેવું લાગી રહ્યું છે જો આ વરસાદી કાંસની સફાઈ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે વોર્ડ નંબર 13 ના કોંગ્રેસ નગર સેવક બાળુ સુર્વે દ્વારા જણાવ્યું હતું.

Reporter: admin

Related Post