વડોદરા : રોડરસ્તા પર દોડવાની સાથે પાણીમાં તરતી કાર વડોદરાનું ઘરેણું બન્યું છે.
વડોદરાના ગબલવાલા પરિવારે 12 હજારમાં ખરીદેલી કાર માટે 1 કરોડની ઓફર મળી હતી. અત્યારે પણ કંકોત્રી- આમંત્રણ આવે ત્યારે નાવડીવાળા તરીકે જ પરિવારને સંબોધાય છે. કાર બન્યાના 82 વર્ષ બાદ પણ પરિવારે સારી રીતે જાળવી રાખી છે.બીજા વિશ્વ યુદ્ધમાં અમેરિકન સેનાએ ઉપયોગમાં લીધેલી ફોર્ડ જીપીએ-સીપ (Sea+Jeep) પાણી તથા રોડ પર દોડી શકે છે.
વિશ્વમાં ગણતરીની બચેલી કાર નાગરવાડના ગબલવાલા પરિવાર પાસે છે. 1942ના મોડલની આ કાર 1949માં પૂણે ખાતેના ઓક્શનમાંથી 12 હજારમાં નાગરવાડાના આ પરિવારે ખરીદી હતી.
Reporter: admin