News Portal...

Breaking News :

ન્યાયની દેવીનું સ્વરૂપ બદલાયુ : ન્યાયદેવીની આખો ખુલ્લી એક હાથમાં બંધારણ અને બીજા હાથમાં ત્રાજવું

2024-10-16 23:00:00
ન્યાયની દેવીનું સ્વરૂપ બદલાયુ :   ન્યાયદેવીની આખો ખુલ્લી એક હાથમાં બંધારણ અને બીજા હાથમાં ત્રાજવું



નવી દિલ્હી : CJI ડીવાય ચંદ્રચૂડનું માનવું હતું કે, અંગ્રેજોની વિરાસતથી આગળ નીકળવું પડશે. કાયદો ક્યારે અંધ હોતો નથી, તે સૌને સમાન રીતે જુએ છે. એટલા માટે ન્યાયની દેવીનું સ્વરૂપ બદલવું જોઈએ. સાથે જ દેવીના એક હાથમાં તલવાર નહીં પરંતુ બંધારણ હોવું જોઈએ જેનાથી સમાજમાં સંદેશ જાય કે તે બંધારણના અનુસાર ન્યાય કરે છે. બીજા હાથમાં ત્રાજવું યોગ્ય છે કે તેમની નજરમાં બધા સમાન છે.



દેશની તમામ કોર્ટ અને વકીલોની ચેમ્બર્સમાં તેમજ ફિલ્મમાં આંખો પર પટ્ટી બાંધેલી ન્યાયની દેવીની મૂર્તિ જોઈ હશે. પરંતુ હવે  ભારતની ન્યાયની દેવીની આંખો ખુલી ગઈ છે. ત્યાં સુધી કે તેમના હાથમાં તલવારની જગ્યાએ બંધારણ આવી ગયું છે. જોકે, કેટલાક સમય પહેલા જ અંગ્રેજોના કાયદા બદલાઈ ગયા છે અને હવે ભારતીય ન્યાયપાલિકાએ પણ બ્રિટિશ કાળને પાછળ છોડતા નવા રંગરૂપ અપનાવવાનું શરૂ કરી દીધું છે. કોર્ટ અને વકીલોના ચેમ્બરમાં જોવા મળતી 'ન્યાયની દેવી'ની મૂર્તિ બદલાઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ ડીવાય ચંદ્રચૂડે કવાયત હાથ ધરી છે. આવું જ સ્ટેચ્યૂ સુપ્રીમ કોર્ટમાં જજોની લાઈબ્રેરીમાં લગાવવામાં આવે તેવા નિર્દેશ અપાયા છે.



સુપ્રીમ કોર્ટનું ના માત્ર પ્રતીક બદલાય રહ્યું છે પરંતુ વર્ષોથી ન્યાયની દેવીની આંખો પર બાંધેલી પટ્ટી પણ હટાવી દેવાઈ છે. સુપ્રીમ કોર્ટે દેશને સંદેશ આપ્યો છે કે, હવે કાયદો આંધળો નથી. તમને જણાવી દઈએ કે આ તમામ કવાયત સુપ્રીમ કોર્ટના CJI ડીવાય ચંદ્રચૂડે કરી છે. એવું જ સ્ટેચ્યૂ સુપ્રીમ કોર્ટમાં જજોની લાયબ્રેરીમાં લગાવવામાં આવ્યું છે.

Reporter: admin

Related Post