વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ સિંધવાઈ માતા રોડ ખાતે આવેલ માંજલપુર શ્રી ઈચ્છાપૂર્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત રક્તદાન શિબિર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી ઈચ્છાપૂર્તિ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૧૮ વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે આ મંડળ દ્વારા ગણેશ સ્થાપનાના દસ દિવસ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજરોજ સિંધવાઈ માતા રોડ ખાતે આવેલ શ્રી ઈચ્છાપૂર્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ રક્તદાન શિબિર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ મંડળ દ્વારા વડોદરા શહેરના નાગરિકો અને ગણેશ ભક્તોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી હતી અને સવારે 10:00 કલાકે સાંજના પાંચ કલાક સુધી શરૂ રહેનાર છે

શિબિર કેમ્પમાં 100 થી વધુ રક્ત યુનિટ ભેગુ કરવાનું લક્ષ્યાંક કરવામાં આવ્યું છે અને આ રક્ત જરૂરિયાત લોકોને આપવામાં આવશે. પરિવારના સગા દવાખાનામાં ઓપરેશન હોય અને રક્તની જરૂર પડે તો રક્ત મળતું નથી જેથી આ મંડળ દ્વારા વડોદરા શહેરીજનોને સહેલાઈથી રક્ત મળી રહે તે ઉદ્દેશથી આ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.





Reporter: admin







