Whatsupના માધ્યમથી લોકો દેશવિદેશમાં પોતાના પરિવારજનો સાથે વીડીઓકોલ દ્વારા વાત કરી શકે છે, હાલ આ App ખુબ યુઝફુલ થઇ ગઈ છે. હજુ તેને બેસ્ટ બનાવવા માટે નવા ફીચર ઉમેરતી રહે છે. જે યુસર્સને ચેટ ગોઠવવામાં મદદ કરશે.
વોટ્સએપ હર હંમેશ કઈ ને કઈ નવું અપડેટ લાવતું રહે છે. ઘણી વાર ઘણા બધા મેસેજ માં આપણાં કામના મેસેજ અટવાઈ જાય છે ને આપણો ઘણો સમય એ શોધવામાં નીકળી જાય છે. હાલ મળતી માહિતી મુજબ વોટ્સએપ ફેવરિટ ચેટ ફિલ્ટર્સ ફીચર લઇને આવી રહ્યું છે, જેમાં આપણા ઘણા બધા મેસેજ માંથી મહત્વના મેસેજ સહેલાઈથી શોધી શકાશે. આ ફીચરની મદદથી સહેલાઇથી કોઈ અગત્યનો મેસેજ શોધી શકાશે.
આ ફેવરેટ ચેટમાં તમે ગ્રૂપ ચેટ પણ ઉમેરી શકશો.વોટ્સએપ ફેવરિટ ફીચરમાં તમે ઓલ,અનરીડ, ગ્રુપ્સ સાથે નવા ટેબ ફેવરિટનો ઉપયોગ કરી શકશો.આ ફીચર હાલમાં કંપની દ્વારા બહાર પાડવામાં આવેલું હોવાથી થોડા સમય પછી તમારા વોટ્સએપ પર જોવા મળશે.આ ફીચરથી તમારે સહેલાથી કોઈપણ ચેટ શોધી શકશો,જે ખુબ સરળતાથી અગત્યના મેસેજ શોધવામાં મદદ કરશે. જે આપણા ફોનમાં ફિલ્ટરનું કામ કરશે.
Reporter: admin