News Portal...

Breaking News :

પરિવાર તિરુપતિના વેંકટેશ્વર મંદિરની મુલાકાતે 25 કિલોગ્રામ સોનાના ઘરેણાં પહેરીને આવ્યા

2024-08-24 10:30:58
પરિવાર તિરુપતિના વેંકટેશ્વર મંદિરની મુલાકાતે 25 કિલોગ્રામ સોનાના ઘરેણાં પહેરીને આવ્યા


તિરુપતિ : પુણેનો એક પરિવાર તિરુપતિના વેંકટેશ્વર મંદિરની મુલાકાતે પોતાની સાથે 25 કિલોગ્રામ સોનાના ઘરેણાં પહેરીને આવ્યા હતા.


બે પુરુષ અને એક મહિલા અને એક બાળક ચમકતા સોનાના ચેન પહેરીને મંદિરની બહાર ઊભા છે. પુરુષોના ગળામાં મોટી મોટી ચેન છે અને તેમણે બ્રાન્ડેડ સનગ્લાસિસ પણ પહેરી રાખ્યા છે.આ સંપન્ન પરિવારનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. તિરુપતિના વેંકટેશ્વર મંદિર આખા વર્ષ દરમ્યાન ભક્તો દ્વારા સોનાનો ચડાવો સ્વીકાર કરવામાં આવે છે. 


આ પવિત્ર સ્થળ પર સોના અને અન્ય કિમતી વસ્તુઓની ભેંટ આપવાની એક પરંપરા રહી છે.જે શ્રદ્ધા અને સન્માનનું પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. સોનું ભારતીય ધાર્મિક પરંપરાઓમાંથી એક વિશેષ સ્થાન ધરાવે છે અને આવી રીતે ભવ્ય પ્રદર્શન તેને વધારે મહત્વપૂર્ણ બનાવે છે.

Reporter: admin

Related Post