News Portal...

Breaking News :

હરણી લેક ઝોન પીડિત પરિવારોને હજી સુધી ન્યાય નહીં મળતા આમ આદમી પાર્ટીના દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે પ્લે કાર્ડ, બેનર સાથે ભારે સૂત્રોચાર

2025-12-23 15:09:05
હરણી લેક ઝોન પીડિત પરિવારોને હજી સુધી ન્યાય નહીં મળતા આમ આદમી પાર્ટીના દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે પ્લે કાર્ડ, બેનર સાથે ભારે સૂત્રોચાર



વડોદરા: શહેરમાં હરણી લેક ઝોન ખાતે બે વર્ષ અગાઉની ગોઝારી દુર્ઘટનામાં 12 બાળકો સહિત 14 વ્યક્તિના થયેલા કરુણ મોત અંગે પીડિત પરિવારોને હજી સુધી ન્યાય નહીં મળતા શહેર આમ આદમી પાર્ટીના દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે પ્લે કાર્ડ, બેનર સાથે ભારે સૂત્રોચાર કરીને જવાબદાર વ્યક્તિનું નામ એફઆઇઆરમાં દાખલ કરવાની માંગ કરી હતી. 

અન્યથા 'આપ' દ્વારા અદાલત સમક્ષ પીઆઈએલ દાખલ કરશે. આ અંગેની વિગત એવી છે કે હરણી લેક ઝોન ખાતે 23 મહિના અગાઉ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં બાર બાળકો સહિત 14 વ્યક્તિના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. આમ છતાં પીડી પરિવારોને હજી યોગ્ય ન્યાય મળ્યો નથી. આ અંગે આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરોએ આજે પ્લે કાર્ડ અને બેનર સાથે પાલિકા કચેરીએ જઈને ભારે સૂત્રોચાર કરી કસુરવારનું નામ એફઆઇઆરમાં અને ચાર્જશીટમાં દાખલ કરવા માંગ કરવામાં આવી હતી. 

જો પાલિકા તંત્ર દ્વારા આવી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા જે તે વ્યક્તિ સામે ચાર્જશીટમાં અને એફઆઇઆરમાં નામ દાખલ કરવા અંગે પીઆઈએલ દાખલ કરશે અને પીડિત પરિવારોને ન્યાય અપાવવા જરૂરી કાર્યવાહી કરશે.

Reporter:

Related Post