વડોદરા શહેર માં શ્વેતામ્બર ના ૩૮ સંઘ માં આજે ૩૯ માં જૈન સંઘ તરીકે સ્થાપના કરવામાં આવી છે એમ ભાયલી સંઘ ના અગ્રણી વિનિતભાઈ શાહે જણાવ્યું હતું.

દરમિયાનમાં જૈન અગ્રણી અને વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજ ના પ્રતિનિધિ દીપકભાઈ શાહે જણાવ્યું હતું કે આજે ખિસકોલી સર્કલ થી સાધુ સાધ્વીજી ભગવંતો નું બેન્ડબાજા સાથે ભવ્યાતિભવ્ય સામૈયું સૌરાષ્ટ્ર જૈન ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં "જબ તક સુરજ ચાંદ રહેગા, વલ્લભ તેરા નામ રહેગા" ના ગગનભેદી નારાઓ થી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ત્યારબાદ જાજમ બિછાવવા ની ઉંચી બોલી બોલી ગુરુભક્ત જયદીપભાઈ શાહે લીધો હતો અને વિધિકાર ધર્મેન્દ્રભાઈ શાહે શાસ્ત્રોક્ત વિધિ કરાવી હતી. આખા કાર્યક્રમ માં જૈન સંગીતકાર જયેશ ચુડગર અને રૂષભ દોશી ની જુગલબંધી એ સ્તવનનો ની રમઝટ બોલાવી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું.

સંઘના યુવા અગ્રણી મનન શાહે જણાવ્યું કે સમસ્ત વડોદરા જૈન સંઘના મહામંત્રી ઉરેશ કોઠારી,લલિત શાહ તથા જૈન કોર્પોરેટર રાખીબેન શાહ નું સંઘ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.વધુમાં સંઘ અગ્રણી દેવાંગભાઈ શાહ આજના કાર્યક્રમમાં વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજ ના પ્રથમ શિષ્ય ઘર્મરત્નવિજયજી તથા તત્વદર્શન વિજયજી મહારાજ તથા સુહિતા, મોક્ષરત્ના શ્રીજી,નયરત્નાજી,સુપ્રેક્ષાજી મહારાજ સાહેબે નિશ્રા પ્રદાન કરી હતી. અને ગણિ ધર્મરત્ન વિજયજી મહારાજે સંઘ કેવી રીતે ચલાવવાનો તેની હિત શિક્ષા આપી હતી. કાર્યક્રમ બાદ સંઘ સ્વામી વાત્સલ્ય ના લાભાર્થી જંબુસર નિવાસી અતુલભાઇ શાહ લાઈટ વાળા તરફથી લેવામાં આવ્યો હતો એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું





Reporter: admin







