પુણે: લોનાવાલામાં જળ પ્રવાહમાં આખો પરિવાર તણાયો હોવાની કરુણ ઘટના બની છે. આ બનાવમાં એક 36 વર્ષિય મહિલા સહિત 13 વર્ષની અને આઠ વર્ષની બાળકીના મોત થયા છે. ડેમ પાસેની નદીમાંથી ત્રણેયના મૃતદેહો મળી આવ્યા છે. આ ઉપરાંત 9 વર્ષનો અને ચાર વર્ષનો બાળક ગુમ હોવાના અહેવાલો મળ્યા છે.
આ ઘટનાનો દર્દનાક વીડિયો પણ સામે આવ્યા છે. તેમાં જળના ગાંડાતુર પ્રવાહમાં આખો પરિવાર તણાતો જોવા મળી રહ્યો હતો. જ્યાં ઘટના બની ત્યાં આસપાસ ઘણા લોકો હાજર હતા અને આ લોકોએ પરિવારને બચાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન લોકોએ દોરડા ફેંકીને પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જોતજોતામાં આખો પરિવાર પાણીમાં તણાઈ ગયો હતો.
સ્થાનિક પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં અંસારી પરિવાર ભોગ બન્યો હતો. પરિવારના સભ્યો વરસાદની મોસમમાં ભુશી ડેમ પાસેના ઝરણાંમાં આનંદ લેવા આવ્યો હતો. અમને એવી માહિતી મળી છે કે, આ દરમિયાન અચાનક પુર આવતા આખો પરિવાર પાણીના ઝડપી પ્રવાહની વચ્ચે ફસાઈ ગયો હતો. ત્યાં આસપાસના લોકોએ પણ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
Reporter: News Plus