News Portal...

Breaking News :

પાવીજેતપુર તાલુકાના સમડી ગામે ઢાળ ઉપર ઇટો ભરેલી ટ્રક પલટી ખાતા ડ્રાઇવર દબાઈ જતા કરુણ મોત

2024-06-22 10:59:07
પાવીજેતપુર તાલુકાના સમડી ગામે ઢાળ ઉપર ઇટો ભરેલી ટ્રક પલટી ખાતા ડ્રાઇવર દબાઈ જતા કરુણ મોત


પાવીજેતપુર તાલુકાના સમડી ગામે ઢાળ ઉપર ઈંટો ભરેલી ટ્રક ચડાવતા સમયે, ટ્રક ડ્રાઈવરે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ટ્રક પલટી ખાઈ જતા રોડની સાઈડમાં આવેલ ઈલેક્ટ્રીક લાઈટનું ટ્રાન્સફોર્મર તોડી નાખી સરકારી મિલકતને નુકસાન થયેલ તેમજ ડ્રાઇવર ટ્રક નીચે દબાઈ જતા શરીરે ઇજાઓ થતા કરુણ મોત થવા પામ્યું છે. 


પ્રાપ્ત માહિતી મુજબ ૨૧ જૂન ના  સવારના સાતેક વાગે ટ્રક નંબર જી જે -૧૭-યુયુ-૪૦૬૪ ને લઇને  ડ્રાઇવર પરમાર મહેશભાઈ ચંદુભાઈ ( રહે. જાગાના મુવાડા, તા. ઘોઘંબા જી. પંચમહાલ )તથા ટ્રક ના  કંડકટર દિનેશભાઈ અશ્વિનભાઈ નાયક ફરોડ ગામેથી ટ્રકમાં ઇંટો ભરીને સમડી ગામે રહેતા વિક્રમભાઈ કુતરભાઈ નાઓને ત્યાં નાંખવા જતા નીકળેલા અને સવારના આશરે ૧૦/૦૦ વાગેના સમયે સમડી ગામ નજીક પહોંચેલા તે સમયે રસ્તામાં નાળા નજીક ઢાળ આવતા ડ્રાઇવર ઇંટો ભરેલી ટ્રક ઢાળ ઉપર જવા દીધેલ પરંતુ ટ્રક ઢાળ ઉપર ચડેલ નહી. જેથી કંડકટર દિનેશભાઈ નાયકે ટ્રેકને ઉબેટ મુકવા સારૂં નીચે ઉતરેલ પરંતુ ટ્રક ઢાળ ઉપરથી પાછી પડવા લાગેલી અને ડ્રાઇવરે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતાં ટ્રક ડ્રાઇવર સાઇડના ભાગે પલટી મારી ગયેલ અને રોડની સાઇડમાં ઇલેકટ્રીક લાઇટનું ટ્રાન્સફોર્મર લગાડેલ ત્યાં પલટી મારતા ઇલેકટ્રીક લાઇટનું ટ્રાન્સફોર્મર થાંભલા સહીત તુટી ગયેલ અને ડ્રાઇવર મહેશભાઈ ચંદુભાઈ પરમાર ટ્રક નીચે દબાઈ ગયેલ તેઓનું અડધુ શરીર ટ્રકના કેબીનની બહાર હતુ અને દિનેશભાઈએ બુમાબુમ કરતા આજુબાજુથી માણસો ભેગા થઈ ગયેલા અને ટ્રક નીચે દબાઇ ગયેલ ડ્રાઇવર મહેશભાઇને બહાર કાઢી લીધેલ અને તેઓને બોલાવવાની કોશિશ કરતા તેઓ કંઈ બોલી શકેલ નહી.


અને તેઓને શરીરે જોતાં બંન્ને હાથે તથા ડાબા પગે સાથળના ભાગે વાગી ઇજા થયેલાનું જણાંય આવેલ.  ૧૦૮ એમ્બ્યુલન્સમાં કદવાલ સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડ્રાઇવર મહેશભાઈ ચંદુભાઈ પરમાર ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આમ, પાવીજેતપુર તાલુકાના સમડી ગામે રોડ ઉપર ઢાળ ઈટો ભરેલી ટ્રક ન ચઢતા, ટ્રક ડ્રાઈવરે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ટ્રક પલટી ખાઈ જતા રોડની સાઈડમાં આવેલ ઈલેક્ટ્રીક લાઈટનું ટ્રાન્સફોર્મર તોડી નાખી સરકારી મિલકતને નુકસાન થયેલ તેમજ ડ્રાઇવર ટ્રક નીચે દબાઈ જતા શરીરે ઇજાઓ થતા કરુણ મોત થવા પામ્યું છે. જે અંગે કદવાલ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Reporter: News Plus

Related Post