ડભોઇ : તાલુકાના પૂડા થી વસઈ જવાના માર્ગ નું નાળું કેટલીક જગ્યાએથી બેસી ગયું છે જેને લઇને જીવના જોખમે વાહનો વાહન ચાલકોને પસાર કરવા પડે છે

હાલ ટેકનોલોજીના યુગમાં પણ કેટલાક સમયથી જજૅરીત નાળુનું લાગતા વળગતા તંત્ર દ્વારા રીપેરીંગ કામ કરીને ચલાવે છે આ નાળા પરથી ભારદારી વાહનો પણ પસાર થાય છે જો નાળુ બેસી જશે તો જવાબદાર કોણ? રીપેરીંગ કરે છે તે અધિકારીઓને દેખાતું નથી કે આ ગંભીર બાબત છે છતાં પણ બે દયાન રહે છે માત્ર રીપેરીંગ કરીને જ અધિકારીઓ સંતોષ માની રહ્યા છે. ડભોઇ તાલુકાના પુડા થી વસઈ વચ્ચેથી પસાર થતું નાળુ જર્જરીત હાલતમાં થઈ ગયું છે ચોમાસા દરમિયાન કેટલોક ભાગ બેસી ગયો હતો દરમિયાન મેટલ નાખીને તેને સરખું કરવાનું હતું પણ તે મેટલનો ભાગ પણ ધસી પડ્યો છે

જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલીક જગ્યાથી નાળું બેસી પણ ગયું છે આ રોડ પરથી મોટા વાહનો પણ અવરજવર કરતાં નાના વાહન ચાલકોને તકલીફો પડી રહી છે ડભોઇ તાલુકાના પુડા થી વસઈ જવાના રસ્તા પર નાળું બનાવ્યું છે તેની રેલિંગ પણ આજુબાજુ ના હોય અને 20 ફૂટ ઊંદુ હોવાના કારણે જીવના જોખમે લોકો પસાર થાય છે અને ત્યાંથી ભારદારી વાહનો પણ પસાર થાય છે જો આ નાળું અચાનક બેસી જશે અને દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ જેને લઈને તંત્ર દ્વારા મેટલ નાખીને પૂરવામાં તો આવ્યું હતું. પણ મેટલ પણ કેટલી જગ્યાએથી ધસી પડ્યા છે જેના કારણે વધુ નાળુ ડેમેજ થયું છે તો લાગતા વળગતા અધિકારીઓ વહેલી તકે નાળાનું રીપેરીંગ કામ કરે અથવા નાળું નવું બનાવે તેવી ગામજનોની માંગ ઉઠવા પામી છે.



Reporter: admin







