વડોદરા શહેરની જીવતા બોંબ પર જીવતી 26 લાખની વસ્તીની સુરક્ષા વડોદરા કોર્પોરેશનના લાલચુ શાસકોએ એક બિન અનુભવી અને લાયકાત વગરના ચીફ ફાયર ઓફિસરને સોંપી દીધી છે. જે ઉમેદવાર પહેલી નજરમાં જ કોર્પોરેશનના સીધી ભરતીના નિયમોનો ભંગ કરતો હોય તેને જ પાલિકાના અધિકારીઓ અને ભુખ્યા શાસકોએ ચીફ ફાયર ઓફિસર બનાવી દીધો છે.

મનોજ પાટીલને ચાર્જ લીધાને ઘણા દિવસો વીતી ગયા છે પણ કોર્પોરેશનના કમિશનર હજુ સુધી કોઇ પણ ઠોસ પગલાં ભરી શક્યા નથી. કમિશનરને કઇ મજબૂરી સતાવે છે તે લોકોમાં ચર્ચાનો વિષય છે. કોઇ પણ સામાન્ય માણસ જો નિયમોનો ભંગ કરે તો પોલીસ કે પાલિકા કે પછી કોઇ પણ સરકારી કચેરી દ્વારા તે માણસને દંડ કરવામાં આવે છે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે પણ કોર્પોરેશનની સીધી ભરતીના નિયમોનો જેણે ભંગ કર્યો છે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં કોર્પોરેશનના શાસકો ઉણાં ઉતર્યા છે કારણ કે તેમને કોઇ જ કાર્યવાહી કરવી જ નથી. મનોજ પાટીલે સીધી ભરતીના નિયમ મુજબ કોઇ પણ શહેરની નગરપાલિકા કે મહાનગરપાલિકામાં ફરજ બજાવી નથી અને પાલિકાનાં આ જ નિયમનો તેમણે ભંગ કર્યો છે. કોર્પોરેશનના સીધી ભરતીના ક્રમાંક 26 માં લખ્યું છે કે કે ફોર્મ ભરવામાં કોઈપણ ભૂલ કરશો તો તમારું ફોર્મ ડીસ્કોલીફાઈ કરવામાં આવશે. કઈ કોલેજ/યુનિ. કયા રાજ્યમાં આવેલી છે તે અરજદારે કે નિમણૂંક આપનાર બન્નેએ જોવાની દરકાર કરી નથી.ખોટી માહિતી જાહેર કરવી ગુનો બને છે. તે છતાં હજુ સુધી કોઈપણ પગલાં ભરવામાં આવ્યા નથી.મનોજ પાટીલે એક પણ દિવસ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવેલ નથી, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પણ ફરજ બજાવી નથી. તેમણે બચાવનો કોઇ કોલ એટેન્ડ કર્યો નથી. સ્થળ પર પહોંચીને કોઇ જ કામગીરી કરેલી નથી. છતાં પણ વડોદરા શહેરની 25 લાખથી વધુ વસ્તીની સલામતીની જવાબદારી આવા અધિકારીને સોંપી દેવામાં આવી છે. જે પોતાની ભરતીના ફોર્મમાં આટલી મોટી ભૂલ કરી શકે છે કે ગુજરાત યુનિવર્સિટી સ્ટેટ મહારાષ્ટ્રમાં આવેલી છે. આવી ઈરાદાપૂર્વકની ભૂલ પકડવાના પાલિકાનાં અધિકારીઓ સક્ષમ નથી. ના કરે નારાયણ વડોદરામાં જો કોઈ ઘટના ઘટે, આવા બેજવાબદાર અધિકારી ઉપર ભરોસો રાખી શકાય? વડોદરાની જનતાની સુરક્ષાનું શું.તે ગંભીર પ્રશ્ન ઉભો થયો છે.
પાલિકાના મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક ધોરણે સીધી ભરતીના ફોર્મમાં ગંભીર ભૂલ બાબતે મનોજ પાટીલને તાત્કાલિક ધોરણે ડીસ્કોલીફાઈ કરવા જોઈએ. પરંતુ તેઓ કેમ નથી કરતા એ મોટો સવાલ છે.તેમણે દસ્તાવેજોની ચકાસણીના ભલે આદેશ આપી દીધા પણ સીધી ભરતીના નિયમોનો તેમણે સીધી રીતે ભંગ કરેલો દેખાય છે તો કાર્યવાહી કેમ નહી? મેયર પિંકી સોની પણ સભાના ડાયસ પરથી બોલે છે કે ઉમેદવારની ભરતીની દરખાસ્ત નામંજૂર કરાય છે છતાં તેમને કેમ એપોઇન્ટ કરાયા તે સવાલો જવાબ કોર્પોરેશનના શાસકોએ વડોદરા શહેરની જનતાને આપવો જ પડશે કારણ કે આ તેમની સુરક્ષાનો સવાલ છે. અમદાવાદના કમિશનર ચતુર કે વડોદરાના ?જે ઉમેદવારને અમદાવાદ કોર્પોરેશને 2 મહત્વની જગ્યા પર ડિસ્ક્વોલીફાય કરી નાખ્યો હોય તે ખોટા કે પછી વડોદરા કોર્પોરેશનના કમિશનર ખોટા તે સવાલ કોર્પોરેશનના સંકુલમાં જ પુછાઇ રહ્યો છે. અમદાવાદ કોર્પોરેશને બિનઅનુભવી વ્યક્તિ હોવાથી મનોજ પાટીલની નિમણુક જ ના કરી પણ વડોદરા કોર્પોરેશને તો મનોજ પાટીલના દસ્તાવેજો ચકાસ્યા વગર જ કે તેમની લાયકાત અને અનુભવને ચકાસ્યા વગર જ મનોજ પાટીલને એપોઇન્ટ પણ કરી દીધા છે. જે મનોજ પાટીલ જુનિયર ઓફિસર તરીકે કામ કરતા હોય તેમના વડોદરા ફાયર બ્રિગેડના ચીફ બનાવીને વડોદરા શહેરની 25 લાખની સુરક્ષાની જવાબદારી આપી દીધી છે તો કોઇ દૂર્ઘટના સમયે મનોજ પાટીલ વગર અનુભવે કઇ રીતે ત્વરીત કામગિરી કરી શકે અને લોકોને બચાવી શકશે તે સવાલ લોકોમાં પુછાઇ રહ્યો છે. જે અગાઉ ફાયરના કોન્ટ્રાક્ટર હતા તેમને અધિકારી બનાવી દીધા.આખા ગુજરાતમાં મોટાભાગના અધિકારીઓએ બીએસસી ફાયરનો કોર્સ ખોડા સાણંદની કોલેજમાં કરેલો છે !! અને તેઓએ પણ એક પણ દિવસ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવેલ નથી કે પછી રાજ્યની કોઇપણ નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પણ ફરજ બજાવી નથી અને બચાવનો કોલ એટેન્ડ કર્યો નથી કે સ્થળ પર કામગીરી કરેલ નથી આમ છતાં તેમને ઉચ્ચ હોદ્દા પર બેસાડી દેવામાં આવ્યા છે.આ સુનિયોજીત કૌંભાડ છે. અને આ કૌંભાડ આચરીને જે ફાયર કર્મચારીઓએ મહાનગરપાલિકાની કે નગરપાલિકામાં વર્ષોથી ફરજ બજાવી છે તેઓની સાથે અન્યાય થઈ રહ્યો છે. ફાયર બ્રિગેડ જેવા મહત્વના વિભાગમાં અનુભવી લોકોની ભરતી કરવામાં આવતી નથી અને બિનઅનુભવી લોકોને જ ભરતી કરવામાં આવે છે. મહત્વનું છે કે, ફાયર વિભાગના કર્મચારીઓમાં ચર્ચા છે કે, જે અગાઉ ફાયરના કોન્ટ્રાક્ટર હતા તેમને અધિકારી બનાવી દીધા છે. હાલમાં બધા બિન અનુભવી છે અને મોટાભાગનાએ બીએસસી ફાયર નો કોર્સ કરેલો છે, પરંતુ જે મહત્વના હોદ્દા પર જે લાયકાત જોઈએ તે તેઓ ધરાવતા નથી. આ પોસ્ટ પર મોટાભાગના લોકો પ્રાઇવેટ કંપનીઓમાં ફરજ બજાવતા હતા અને નિયમો મુજબ મહાનગરપાલિકાનો કે સ્થળ પર કામગીરીનો અનુભવ ધરાવતા હોવા જોઇએ પણ તેમને આવો કોઈ અનુભવ નથી.આ બધા જ બિન અનુભવી, જેમણે નગરપાલિકા કે મહાનગરપાલિકામાં ફરજ નિભાવી નથી, માત્ર પ્રાઇવેટ કંપનીઓમાં હતા.સાણંદ ખોડાની કોલેજમાં બીએસસી ફાયરનો કોર્સ કરીને આ બધા જ બિન અનુભવી કે જે અધિકારી બનીને રોફ મારે છે તેમણે રાજ્યની કોઇપણ નગરપાલિકા કે મહાનગરપાલિકામાં ફરજ નિભાવી નથી . તેઓ માત્ર પ્રાઇવેટ કંપનીઓમાં જ કામ કરતા હતા. અધિકારીઓમાં મિહિર રાણા, એડિશનલ ચીફ , મુળ મહારાષ્ટ્રના પણ અમદાવાદ અને ગાંધીનગરના રિજનલ ફાયર ઓફિસર પ્રવિણ શાસ્વત, અનિલ મારુ (હાલ સાઇડ પોસ્ટ) તથા નિલેશ પટેલ (વુડા લાંચ કેસ, હાલ બરતરફ ) અને મુખ્યમંત્રીની નજરમાં આવી ગયેલા હિમાંશુ પટેલ, ગાંધીનગર, (હાલ સાઇડ પોસ્ટ)નો સમાવેશ થાય છે. કોર્પોરેશનના વહિવટી અધિકારી તરુણ શાહ અને મ્યુનિ.કમિશનર દિલીપ રાણા તથા સ્ટેન્ડીગ ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી ભલે દસ્તાવેજો ચેક કરવાની વાતો કરતા હોય પણ તેમણે આર આર મુજબ પાલિકાની સીધી ભરતીના નિયમોનો ભંગ કરનારા મનોજ પાટીલ સામે કેમ હજુ પગલાં ભર્યા નથી તે એક સવાલ છૅ , નગરપાલિકા કે મહાનગરપાલિકાનો અનુભવ નથી છતાં તેમની કેમ ભરતી કરાઇ તે સવાલનો જવાબ પણ તેઓ આપી શકે તેવી સ્થિતીમાં જ નથી. અમે સૂચના આપેલી જ છે.ઉમેદવારના દસ્તાવેજોની ચકાસણી સહિત તમામ મુદ્દા પર ચકાસણી કરવા મે સૂચના આપેલી છે જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય : ડો.શીતલ મિસ્ત્રી, ચેરમેન, સ્ટેન્ડિગ કમીટી
Reporter: admin







