News Portal...

Breaking News :

ઇડબલ્યુએસ-2 ટાઈપના આવાસો ફાળવવા અંગે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદત 20-મે-૨૫ સુધી લંબાવવામાં આવી

2025-04-29 16:24:29
ઇડબલ્યુએસ-2 ટાઈપના આવાસો ફાળવવા અંગે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદત 20-મે-૨૫ સુધી લંબાવવામાં આવી


વડોદરા : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બિલ ભાયલી અને સેવાસી ખાતે તૈયાર થનારા ઇડબલ્યુએસ-2 ટાઈપના આવાસો ફાળવવા અંગે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદત તા. 20-મે-૨૫ સુધી લંબાવવામાં આવી છે.



વડોદરા મહાનગર પાલિકાની એફોર્ડેબલ હાઉસિંગ શાખા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બિલ ભાયલી અને સેવાસી ખાતેના ઇડબલ્યુએસ-2 ટાઈપના આવાસ મેળવવા માટે ઓનલાઇન ફોર્મ મંગાવ્યા હતા. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તા.30, એપ્રિલ સાંજના 6 વાગ્યા સુધીની હતી.



પરંતુ આ યોજનાને મળેલા અભૂતપૂર્વ જન પ્રતિસાદના કારણે આવાસ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવાની સમય મર્યાદા 20 દિવસ વધારીને 20-મે સાંજે છ વાગ્યા સુધી લંબાવવામાં આવી છે. જેથી આ યોજનાનો લાભ લેવા ઇચ્છિત જરૂરિયાત મંદો આગામી તા.20-મે ચાઇના છ વાગ્યા સુધી યોજનાના ફોર્મ ભરી શકશે આ અંગે જરૂરી દસ્તાવેજો વડોદરા પાલિકાની વેબસાઈટ પર અપલોડ કરી શકાશે.

Reporter: admin

Related Post