News Portal...

Breaking News :

સાવલીના પરથમ પુરા(શિહોરા) સીમમાં રોડની સાઇડથી મૃતદેહ મળી આવેલ છે

2024-12-16 12:33:59
સાવલીના પરથમ પુરા(શિહોરા) સીમમાં રોડની સાઇડથી મૃતદેહ મળી આવેલ છે


ગામ અજબપુરાના વતની નામે રાજેશભાઈ ઉદેશી પરમાર ઉંમર વર્ષ 26 નું મૃતદેહ પરથમપુરાની સીમમાંથી મળી આવેલ છે.


મો નાં ભાગે ગંભીર ઇજા અને હાથ તૂટેલ અવસ્થામાં હોઈ જેથી મર્ડર થયાની આશંકા છે. ખેતરમાં સવારે કામ કરવા જતાં ખેત મજૂરો એ રસ્તાની સાઇડ ઉપર મૃત હાલતમાં રાજેશભાઈના મૃતદેહ ને જોતા પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા લોક ટોળા ઉમટી પડ્યા પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી 


મૃતદેહનું પંચકેસ કરી મોતનો ગુનો નોંધી મૃતદેહ સાવલી જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી.મૃતક રાજેશ અમદાવાદ જવાનું કહી ઘરેથી નીકળેલ આજ રોજ સવારે મૃત અવસ્થામાં પરથમપુરાની સીમમાંથી મળી આવેલ છે

Reporter: admin

Related Post