વલણ પોલીસ મથક કાર્યરત ના થાય ત્યાં સુધી સુધી હેડ ક્વાર્ટર કામગીરી કરવાની.
સાવલી તાલુકાના વિવાદાસ્પદ પી આઈ જયેન્દ્ર સિંહ ગોહિલની હાલ વલણ પોલીસ મથક માં બદલી કરવામાં આવી છે અને જ્યાં સુધી વલણ પોલીસ મથક કાર્યરત ના થાય ત્યાં સુધી સુધી પોલીસ હેડ ક્વાર્ટર કામગીરી કરવાનો જિલ્લા પોલીસ વડા એ ઓર્ડર કર્યો છે
સાવલી પોલીસ મથકના પી.આઈ જયેન્દ્રસિંહ ગોહિલ ની જિલ્લા પોલીસવડા રોહન આનંદ દ્વારા બદલી નો હુકમ કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે જયેન્દ્ર ગોહિલ વિરુદ્ધ પરથમ પુરાના ના યુવક દ્વારા માર મારવાની ફરિયાદ માનવ અધિકાર પંચ અને ગૃહ રાજ્ય મંત્રી તેમજ જિલ્લા પોલીસવડાને કરવામાં આવી હતી સાથે સાથે મંજુસર પોલીસ મથકમાં પણ ધનતેજના યુવક દ્વારા દુમાડ ચોકડી ખાતે કાર કારના ઓવરટેક મુદ્દે માર મારવાની અને લમણે રિવોલ્વર મુકવાનો લેખિત આક્ષેપ કરવામાં આવ્યો હતો આમ સાવલી પોલીસ મથકના પીઆઇ જયેન્દ્ર ગોહિલ ની સાવલી પોલીસ મથકમાં ફરજ દરમિયાન કારકિર્દી વિવાદાસ્પદ રહી હતી અને વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા પણ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી
તેના પગલે આજરોજ જિલ્લા પોલીસવડા એ લેખિત હુકમ કરીને વલણ પોલીસ મથક ખાતે બદલી નો ઓર્ડર કરવામાં આવ્યો હતો સાથે સાથે વલણ પોલીસ મથક કાર્યરત ના થાય ત્યાં સુધી હેડ ક્વાર્ટર ખાતે કામગીરી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે જ્યારે સાવલી પોલીસ મથકનો ચાર્જ વી એ પરમાર ને સોંપવામાં આવ્યો છે જ્યારે જિલ્લા પોલીસ વડાના હુકમના પગલે સાવલી પોલીસ મથકના કર્મચારીઓએ જયેન્દ્ર ગોહિલ નો વિદાય સમારંભ પણ યોજીને વિદાય આપવામાં આવી હતી
Reporter: admin







