વડોદરા સંસ્કારી (ભુવા)નગરી સુભાનપુરામાં એક સાથે અસંખ્ય ભૂવા પડ્યા, એક મહિના અગાઉ બનાવેલો આખેઆખો રોડ જ બેસી ગયો.
સંસ્કારી નગરી વડોદરા બની ભૂવા નગરી. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં એક સાથે અસંખ્ય ભૂવા પડતા પાલિકાની હલકી ગુણવત્તા ભરેલ પ્રિમોન્સુન કામગીરી ખુલ્લીને સામે આવી. એક મહિના અગાઉ બનેલ રોડ પણ બેસી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. સ્થાનિકોએ આ મામલે પાલિકાના અધિકારીઓ પર ભ્ર્ષ્ટાચારના આક્ષેપ કર્યા.જયારે જયારે વરસાદનું આગમન થાય ત્યારે ત્યારે વડોદરા કોર્પોરેશનની પ્રિમોન્સુન કામગીરી પર સવાલ ઉઠતા જ રહે છે. ત્યારે હાલ પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકાની પ્રિમોન્સુનની કામગીરી પર સવાલો ઉઠયા છે. જેમાં પણ ખાસ કરીને શહેરના સુભાનપુરા વિસ્તારમાં તો એક સાથે જ અસંખ્ય ભુવા પડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુભાનપુરાના આત્મજ્યોતિ આશ્રમ જવાના રસ્તે એક સાથે છ ભૂવા પડી ગયા છે. આખેઆખો રોડ જ બેસી ગયો છે. એક મહિના અગાઉ બનાવેલો રોડ બેસી જતા આશ્ચર્ય ફેલાયું. અહીંયાના સ્થાનિકોનો આક્ષેપ છે કે, "પૂર્વ સાંસદ, મેયરને ભ્રષ્ટાચાર અંગેની કરેલી ફરિયાદનું ભુવા સ્વરૂપે પરિણામ મળ્યું."આ મામલે સ્થાનિકોએ રોડ બનતો હતો ત્યારે જ સત્તાધીશોને ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કર્યા હતા. જેમાં રોડ કોન્ટ્રાક્ટરે હલકી કક્ષાનું કામ કર્યું હોવાના પુરાવા કેમેરામાં કેદ થયા હતા. સુભાનપુરા મુખ્ય માર્ગ પર કોન્ટ્રાક્ટર નહીવત ડામરનો ઉપયોગ કરી નાગરિકોને છેતર્યા છે. ઉપરથી મજબૂત દેખાતો રોડ અંદરથી ખોખલો સાબિત થયો છે. જેના કારણે હાલ આખેઆખો રોડ જ બેસી ગયો.
Reporter: News Plus