News Portal...

Breaking News :

આવાસના મકાનોનો બનાવટી-બોગસ હુકમો તથા લેટરો બનાવી છેતરપિંડી કરનાર ભેજાબાજને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડયો

2024-08-18 23:07:18
આવાસના મકાનોનો બનાવટી-બોગસ હુકમો તથા લેટરો બનાવી છેતરપિંડી કરનાર ભેજાબાજને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડયો


વડોદરા તથા અમદાવાદમાં સરકારી આવાસના મકાનોના ખોટા દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરનાર ગોલ્ડન આર્ચ સોસાયટી,જુના બજાર કરજણ ખાતે રહેતા નિલકેશ કૃષ્ણકાંત દેસાઇ શહેરની ક્રાઈમ બ્રાંચની ટીમે કરજણ થી ઝડપી પાડયો 


વર્ષ 2023માં ગરીબ લાભાર્થીઓને સરકારી આવાસમાં મકાન આપવાની વાતે વિશ્વાસમાં લઈને નિલકેશ દેસાઇ એ 4.55 લાખ લીધા હતા. ખોટી કબ્જા પાવતીઓ બનાવી તેમજ સત્તામંડળના લેટર પેડ ઉપર નાયબ કલેકટરની ખોટી સહીઓ કરેલ મકાનની કબજા પાવતી બનાવી છેતરપિંડી કરી એક વર્ષથી નાસતો ફરતો હતો. 


ઉપરાંત, વર્ષ 2022માં સુરતમાં થયેલા દુષ્કર્મમાં આરોપીને જેલમાંથી છોડાવવાના ઇરાદે તેઓના વકીલ તરીકે રૂ.15.47 લાખની રકમ આરોપીના પિતા પાસેથી મેળવી લઇ ગુજરાત હાઇકોર્ટમાં ક્રીમીનલ મીસી.એપ્લી. થી કોઇ એપ્લીકેશન રજીસ્ટર થયેલ નહી હોવા છતા ખોટો નંબરનાંખી નામ ગુજરાત હાઇકોર્ટનો બનાવટી અને બોગસ ઓર્ડર તૈયાર કરી આ બોગસ અને બનાવટી ઓર્ડર હોવાનુ જાણવા છતા ખરા તરીકે ભોગ બનનારને મોબાઇલ ફોનના વ્હોટશેપ પર મોકલી આપી ભોગ બનનાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. આમ વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન તથા અમદાવાદ શહેરના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બનાવટી અને બોગસ દસ્તાવેજો આધારે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ હોય અને પોલીસથી છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા નિલકેશ કૃષ્ણકાંત દેસાઇ ને ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હરણી તેમજ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.

Reporter: admin

Related Post