પાવી જેતપુર તાલુકાના શિથોલ ગામની ધી શિથોલ ગ્રાહક ભંડાર સહકારી મંડળી દ્વારા 2007 ના વર્ષના કૃષિ મહોત્સવમાં કઠોળ કિત વિતરણના કામમાં રૂ.2 લાખની કિત વિતરણ કર્યા વગર રૂપિયા લઈ લીધાના કેસમાં પાવી જેતપુરના નામદાર કોર્ટે ચાર આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદ અને રું.3-3 હજાર ના દંડની સજા ફટકારવામાં આવી છે.
પાવી જેતપુર તાલુકાના શિથોલ ગામની ધી શિથોલ ગ્રાહક ભંડાર સહકારી મંડળી લી. દ્વારા વર્ષ 2007 માં કૃષિ મહોત્સવના 800 લાભાર્થીઓને કઠોળ કોટ્સના વિતરણની કામગીરી આપવામાં આવી હતી. પરંતુ મંડળીના પ્રમુખ રાવજીભાઈ ભુરાભાઈ રાઠવા તથા મંત્રી ઉદેસિંહ અમરસિંહ રાઠવા દ્વારા લાભાર્થીઓને કીટનું વિતરણ કર્યું ન હતું. અને કીટ પેટે રૂ. 2 લાખનું બિલ મૂકી ઉપાડી લીધા આ અંગેની ગેરરીતિની રજૂઆત પ્રાયોજના વહીવટદારને થતાં તપાસ હાથ ધરવામાં આવી હતી, તપાસમાં 117 લાભાર્થીઓને તુવેર બીડીએન 2 ની કીટ બિલકુલ મળી ન હતી, જ્યારે 11 લાભાર્થીઓ ગામમાં રહેતા ન હતા તેવું તપાસ દરમિયાન જણાઈ આવ્યું હતું. અને ધી શિથોલ ગ્રાહક ભંડાર સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી તેમજ પાવી જેતપુરના તત્કાલીન ટીડીઓ નવનીતભાઈ હાનીપાલ પલાત, તત્કાલીન વિસ્તરણ અધિકારી શંકરભાઈ ભીખાભાઈ રાઠવા, તત્કાલીન હિસાબનીશ રામ ગોવિંદભાઈ પરમાર સાથે મળીને જે તુવેર બીડીએન 2 ના બિયારણની ખરિદી અંગેનું ગુજરાત રાજ્ય બીજ નિગમ લી.વડોદરા શાખા નું બિલ નં. 1789 તા.24/5/2007 નું રૂ.2,01,600/- નું અને તે 4800 કિલોગ્રામ તુવેર બીડીએન 2 બિયારણની બેગ જેના પ્રતિકિલો ગ્રામના ભાવ રૂ.84 દર્શાવ્યા હતા, આ બિલની ખરાઈ ગુજરાત રાજ્ય બીજ નીગમ લી.વડોદરા શાખામાં કરતા બિલ ખરેખર રૂ.9060/- નું હાઇબ્રિડ દીબેલાની 60 બેગ પ્રતિ માંગ 2 કિલોગ્રામ મળીને કુલ 120 કિલોગ્રામ જથ્થાનું જેની પ્રતિબેગનો ભાવ રૂ.151/- નો છે તેનું હતું.
અને તેનું ખરીદી ધી શિથોલ ગ્રાહક ભંડાર સહકારી મંડળીના પ્રમુખ - મંત્રી દ્વારા બીલ નં. 1789 થી તા.7-6-2007 ના રોજ કર્યું હતું.ઉપરથી મંડળીના પ્રમુખ મંત્રી એ કિટની ખરીદી સરકારના નિયમ મુજબ કરી ન હતી, અને આદિવાસી ખેડૂતોને કીટનું વિતરણ કર્યું ન હતું. ઉપરથી કિટનું વિતરણ કર્યા વિના રૂ.2 લાખનું ખોટું બિલ બનાવી રૂપિયા ઉપાડી અંગત કામે વાપરી નાખ્યા હતા.આ કૌભાંડમાં પાવી જેતપુરમાં તત્કાલીન ટીડીઓ ,વિસ્તારના અધિકારી અને હિસાબનીશ સમક્ષ બિલની ઝેરોક્ષ કોપી મૂકવામાં આવતા તે બિલ ખોટું હોવાનું જાણતા હોવા છતાં અસલ બિલની ચકાસણી કર્યા વિના ધી શિથોલ ગ્રાહક ભંડાર સહકારી મંડળીનું રૂ. 2 લાખનું બીલ મંજૂર કરીને ફ્રોડ અને ઉચાપત કરી હતી.આ અંગેનો કેસ પાવી જેતપુરના નામદાર કોર્ટમાં ચાલી જતાં 14 વર્ષ 2 મહિના 9 દિવસે ચુકાદો આવતા ધી શિથોલ ગ્રાહક ભંડાર સહકારી મંડળીના મંત્રી ઉદેસિંહ અમરસિંહ રાઠવા, તત્કાલીન ટીડીઓ નવનીતકુમાર હાનીપાલ પલાત,તત્કાલીન હિસાબનીશ રામ ગોવિંદભાઈ પરમારને ત્રણ વર્ષની સખત કેદ અને દરેકને રૂ.3-3 હજારના દંડની સજા ફટકારી છે.મહત્વની વાત એ છે આ કૌભાંડના બે આરોપી મંડળીના પ્રમુખ અને તત્કાલીન વિસ્તરણ અધિકારી મૈયત થયા છે. અને મંડળીના મંત્રી ઉદેસિંહ અમરસિંહ રાઠવા હાલ શિથોલ ગ્રામ પંચાયતના સરપંચ પદે છે તેમજ પાવી જેતપુરના તાલુકા સરપંચ સંઘના પ્રમુખ છે જેમને પાવી જેતપુરની નામદાર કોર્ટે સજા ફટકારતાં તાલુકા પંચાયત તેમજ સરપંચ આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Reporter: admin