News Portal...

Breaking News :

ચારેય ઝોનમાં ઝોન સ્તરના લોકોના પ્રશ્નો હલ થાય તે માટે કોર્પોરેશન દ્વારા વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે

2025-04-18 15:39:00
ચારેય ઝોનમાં ઝોન સ્તરના લોકોના પ્રશ્નો હલ થાય તે માટે કોર્પોરેશન દ્વારા વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે


વડોદરા:  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ચારેય ઝોનમાં ઝોન સ્તરના લોકોના પ્રશ્નો હલ થાય તે માટે કોર્પોરેશન દ્વારા વધુ ધ્યાન કેન્દ્રિત કરી ભાર મુકવામાં આવ્યો છે. 


રોડ, પાણી, ગટર વગેરે જેવા પ્રશ્નો માટે લોકોને છેક કોર્પોરેશનની ખંડેરાવ માર્કેટ કચેરીએ આવીને કમિશનર સુધી મળવા જવું ન પડે તે માટે વ્યવસ્થા ગોઠવી છે. કોર્પોરેશનના ચાર ઝોન છે. ચારેય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને હવેથી ઝોનલ કચેરીમાં રહીને ફરજો બજાવવાની રહેશે. જોકે આવી વ્યવસ્થા અગાઉ હતી, પરંતુ આ પ્રકારનો ઓર્ડર પ્રથમ વખત કરવામાં આવ્યો છે.ઓર્ડરમાં જણાવ્યા મુજબ નાગરિકોના પ્રશ્નો અને વિવિધ સમસ્યાનું નિરાકરણ સ્થળ પર થાય તેમ જ કોર્પોરેટરો સાથે સંકલન કરી તેઓ દ્વારા રજૂ થતા પ્રશ્નોનું ઝડપી નિરાકરણ કરવા ઝોન કચેરીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 


પશ્ચિમ ઝોનમાં ડેપ્યુટી કમિશનર ગંગા સિંગ, ઉત્તર ઝોનમાં વીએમ રાજપુત, દક્ષિણ ઝોનમાં અલ્પેશ મજમુદાર અને પૂર્વ ઝોનમાં સુરેશ તુવરએ ઝોન કક્ષાની કચેરીમાં સંપૂર્ણ સમય કાર્ય કરવા જણાવાયું છે. નાગરિકોને પોતાના પ્રશ્નો માટે હેડ ઓફિસ સુધી રજૂઆત કરવા આવું ન પડે તે માટે વહીવટી સરળતાથી આ વ્યવસ્થા કરવામાં આવી છે.

Reporter: admin

Related Post