વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે વિજયનગર પંપિંગ સ્ટેશનથી તુલસીવાડી તરફ જતા રોડ પર કાચા ઝુંપડા તોડવાની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી.
રોડ રસ્તામાં નડતરરૂપ આ ઝુંપડા હટાવવા અગાઉ કોર્પોરેશનની જમીન મિલકત ટીપી શાખા દ્વારા નોટિસો પણ આપવામાં આવી હતી. આજે સવારે કોર્પોરેશનનો સ્ટાફ મશીનરી સાથે ત્રાટક્યો હતો, અને રોડમાં નડતા કાચા ઝુંપડા હટાવ્યા, ત્યારે ઝૂંપડાવાસીઓ સાથે બોલાચાલીના દ્રશ્ય પણ જોવા મળ્યા હતા.
Reporter: admin







