વડોદરા શહેરમાં બુધવારે વરસેલા 13 ઇંચ જેટલા વરસાદ, શુક્રવારે પડેલા સવા ઇંચ જેટલા વરસાદ તથા આજરોજ વહેલી સવારથી વરસેલા દોઢ ઇંચ જેટલા વરસાદમાં જે રીતે શહેર માં પાણી ભરવા ની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે મોડે મોડે પણ કોંગ્રેસ દ્વારા પાલિકા ના મ્યુની. કમિશનર ને આવેદન પત્ર આપીને રજુઆત કરી હતી.
વડોદરા શહેરની અંદર કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા ભજાવે છે તેમ લાગતો જ નથી. વડોદરાના સાંસદ બુધવારે જ્યારે શહેર જળબંબાકાર થયું ત્યારે આવવાનું હતું એના બદલે તેઓ શનિવારના રોજ આવ્યા હતા. અને વિપક્ષ પણ સોમવારે મોડે મોડે પાણી ભરાયા તે બાબતે રજૂઆત કરવા માટે આવ્યા છે. જોકે દર વખતે વિપક્ષ માત્ર આવેદનપત્ર જ આપે છે પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરતી નથી. નાગરિકોને તો બંને બાજુ બેઠવાનું છે જેને મત આપ્યો છે તે પણ કામ નથી કરતા અને વિપક્ષ કહે છે એમને મત આપ્યો નથી તે કામ કરતી નથી એટલે એ લોકો પણ જોવા આવતા નથી. કોંગ્રેસ માત્ર આવેદનપત્ર આપે છે અને પછી ઘર ભેગા થઈ જાય છે. કેટલાક વખતથી પાલિકામાં એક તરફી શાસન ચાલી રહ્યું છે અને કોંગ્રેસ પણ વિપક્ષની ભૂમિકામાં છે. પરંતુ દર વર્ષે વરસાદની સિઝનમાં વડોદરા શહેરમાં પાણી ભરાય છે.પણ હજુ સુધી શાશક પક્ષે પણ અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે પગલાં ભર્યા નથી કે પાણી કેમ શહેરમાં ભરાયા.જોકે વિપક્ષ એટલો મજબૂત પણ નથી કે તેઓ ધારદાર રજૂઆત કરીને પાલિકાના અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કે કોન્ટ્રાક્ટર ને બ્લેક લિસ્ટ કરવાની રજૂઆત કરી હોય.અમે વિપક્ષમાં આંગળીના વેઢે ગણાય એટલા કોર્પોરેટર છે. પરંતુ તેમાં પણ જૂથબંદી ચાલે છે.આખરે નાગરિકો ભોગ બનીને હેરાન પરેશાન થાય છે.
તો કે મોઢે મોઢે પણ કોંગ્રેસ પક્ષે આજે વડોદરા શહેરમાં જે પ્રમાણે પાણી ભરાયા છે સોસાયટીઓ મને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. વરસાદી પાણી ભરાઇ જતાં દુકાનો મકાનોમાં વરસાદી પાણી ભરાઇ જતાં લોકોને લાખોનુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે અને બીજી તરફ દર વર્ષે પાલિકા તંત્ર દ્વારા પ્રિમોન્સુનની કામગીરી માટે લાખોનો ખર્ચ કરે છે છતાં પણ નજીવા વરસાદમાં પણ શહેરમાં વરસાદી પાણી ભરાય છે અને નુકશાન થાય છે તો આ રૂપિયા કેવી રીતે અને ક્યાં વાપરવામાં આવે છે? શું યોગ્ય આયોજનનો અભાવ છે અને જ્યારે પણ પાણી ભરાઇ જાય ત્યારબાદ પાલિકામાં મિટિંગો કરવામાં આવે છે આ મિટિંગો કરવાથી સમસ્યા નું નિરાકરણ આવે છે ખરું? સતાધીશો દ્વારા અસરગ્રસ્તોને પાલિકાના ખર્ચે વહેંચવામાં આવતા ફૂડ્સ માં પણ ફોટાઓ પડાવી પ્રસિદ્ધિ લૂંટવી છે જ્યારે કે આ જનપ્રતિનિધિઓ નો પોતાનો એક રૂપિયો પણ હોતો નથી તેવા આક્ષેપો વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ (ભથ્થુભાઇ) એ કર્યા હતા અને મ્યુનિ. કમિશનર ને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી
Reporter: admin