ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી તેમજ પૂર્વ કોચ અંશુમન ગાયકવાડની તબિયત ગંભીર થઇ ગઈ છે.બ્લડ કેન્સર જેવી ખતરનાક બીમારી સામે ઝઝુમી રહેલા અંશુમન ગાયકવાડની તબિયત લથડતા વડોદરાના ગોરવા વિસ્તારની હોસ્પિટલમાં દાખલ કરાયા.
વડોદરાના દિગ્ગજ ખેલાડી રહી ચૂકેલ ભૂતપૂર્વ ક્રિકેટર તેમજ ભૂતપૂર્વ દિગ્ગજ કેપ્ટન કપિલ દેવના ખાસ સાથી અંશુમાન ગાયકવાડની હાલત હાલ ગંભીર થઇ ગઈ છે. અંશુમન ગાયકવાડ બ્લડ કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. થોડા સમય પહેલા તેમની સારવાર લંડનમાં કરાવી હતી. અને હવે તેઓની તબિયત વધુ લથડતાં ગોરવા વિસ્તારની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરાયા છે.
હાલમાંજ પૂર્વ કેપ્ટન કપિલ દેવે હવે અંશુમાન ગાયકવાડની સ્થિતિ વિશે વાત કરી હતી અને સાથે જ BCCI પાસે મદદ માંગી હતી.71 વર્ષીય અંશુમન ગાયકવાડ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર છે અને તેઓ ભારતીય ટીમ માટે ઓપનિંગ બેટ્સમેન તેમજ કોચ પણ રહી ચુક્યા છે. 1975 થી 1987 સુધી અંશુમન ગાયકવાડનું ટેસ્ટ કરિયર ચાલ્યું જેમાં તેમને ટીમ ઈન્ડિયા માટે 40 ટેસ્ટ અને 15 વનડે મેચ રમી હતી. ત્યારે અંશુમન 1997 થી 1999 સુધી અને પછી ફરીથી વર્ષ 2000માં ભારતીય ટીમના કોચ બન્યા હતા. અને તેમના અંશુમનના કાર્યકાળ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝ 2-1થી ભારતીય ટીમે જીતી મેળવી હતી.
Reporter: admin