રાજ્ય મંત્રીના હસ્તે ૨૪ કેટેગરીમાં વિવિધ સંસ્થાઓને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા

પારુલ યુનિવર્સિટીમાં સી.એસ.આર કન્વેન્શન અને બેસ્ટ પ્રેક્ટિસિસ એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે,વસુદેવ કુટુમ્બકની ભારતીય સંસ્કૃતિની વિભાવના સમગ્ર વિશ્વનું માર્ગદર્શન કરી રહી છે.હકારાત્મક વિચારધારા સાથે જરૂરિયાતમંદોને મદદરૂપ થવા તેમણે અનુરોધ કર્યો હતો.પારુલ યુનિવર્સિટી દ્વારા સી.એસ.આર કન્વેન્શન અને બેસ્ટ પ્રેક્ટિસિસ એવોર્ડ એનાયત કાર્યક્રમમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા ઉપસ્થિત રહ્યા હતા.મંત્રીના હસ્તે ૨૪ કેટેગરીમાં વિવિધ સંસ્થાઓને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.

મંત્રીએ સક્ષમથર્ડ ફાઉન્ડેશનના વર્ષ ૨૦૨૩ - ૨૪ના વાર્ષિક અહેવાલનું વિમોચન કર્યું હતું.રાજ્ય મંત્રીએ ભારતીય સંસ્કૃતિ ભોગ વિલાસની નહિ,પરંતુ ત્યાગ અને સમર્પણ ભાવ શીખવે છે.હજુ પણ જ્યાં અંધકાર છે,ત્યાં ઉજાસના દિપ પ્રગટાવી જીવનમાંથી અહંકાર, રાગ,દ્વેષ અને ઇર્ષાને તિલાંજલી આપવા તેમણે જણાવ્યું હતું.પ્રારંભમાં પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ડો.ગીતિકા પટેલે સૌનો આવકાર કર્યો હતો.અંતમાં વિનોદ પરમારે આભારવિધિ કરી હતી.આ પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા,પારુલ યુનિવર્સિટીના હોદ્દેદારો,વિધાર્થીઓ, સ્વાયત સંસ્થાઓના પ્રતિનિધિઓ,રિસર્ચ સ્કોલર,નીતિ નિર્ધારકો તેમજ વિવિધ કંપનીઓના સી.એસ.આર વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.



Reporter: admin







